ઔરંગઝેબપુર હવે શિવાજી નગરના નામે ઓળખાશે, ઉત્તરાખંડ સરકારે ઈદના દિવસે સ્થળોના નામ બદલ્યા…

દહેરાદૂન: મહારાષ્ટ્રના સંભાજીનગર જીલ્લાના ખુલદાબાદમાં આવેલી મુલગ શાસક ઔરંગઝેબની કબર હટાવવાને મામલે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે, મહારાષ્ટ્ર ઉપરાંત આ મુદ્દાની ચર્ચા ભારતભરમાં થઇ રહી છે. એવામાં ઉત્તરાખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હરીદ્વાર જીલ્લામાં આવેલા ઔરંગઝેબપુર ગામનું નામ બદલીને શિવાજી નગર કરવાની જાહેરાત (Uttarakhand government chaged names of places) કરી છે. આ ઉપરાંત અન્ય સ્થળોના નામ બદલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામોમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકોની ભાવના અને ભારતીય સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને આ નામકરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન ધામીના જણાવ્યા મુજબ લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકશે.
હરિદ્વાર જિલ્લના ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજી નગર, ગાઝીવાલીનું નામ બદલીને આર્ય નગર, ચાંદપુરનું નામ બદલીને જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જટનું નામ બદલીને મોહનપુર જટ, ખાનપુર કુર્સાલીનું નામ બદલીને આંબેડકર નગર, ઇદ્રીશપુરનું નામ બદલીને નંદપુર, ખાનપુરનું નામ બદલીને શ્રી કૃષ્ણપુર, અકબરપુર ફઝલપુરનું નામ બદલીને વિજય નગર રાખવામાં આવ્યું છે.
દેહરાદૂન જિલ્લાના મિયાંવાલાનું નામ બદલીને રામજીવાલા, પીરવાલાનું નામ બદલીને કેસરી નગર, ચાંદપુર ખુર્દનું નામ બદલીને પૃથ્વીરાજ નગર, અબ્દુલ્લાહપુરનું નામ બદલીને દક્ષનગર રાખવામાં આવ્યું છે નૈનિતાલ જિલ્લાના નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ, વોટરમિલથી આઈટીઆઈ રોડનું નામ બદલીને ગુરુ ગોવલકર રોડ રાખવામાં આવ્યું છે.
ઉધમ સિંહ નગર જિલ્લાના સુલતાનપુર પટ્ટીનું નામ બદલીને કૌશલ્યા પુરી રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પાટનગરમાં આવી શકે વિનાશક ભૂકંપ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કરી ભયાનક આગાહી, જાણો?