આ રાજ્યમાં સરકારી નોકરીમાં નિવૃત્ત અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત, જાણો… | મુંબઈ સમાચાર
નેશનલ

આ રાજ્યમાં સરકારી નોકરીમાં નિવૃત્ત અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત, જાણો…

દેહરાદૂન, ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં અગ્નિવીરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગ્નિવીર સૈનિકો નિવૃત્ત થાય તે બાદ ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં તેમને 10 ટકાની અનામત આપવામાં આવશે તેવી સીએમ ધામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સીએમ ધાણીએ કહ્યું કે, હવે અગ્નિવીર સૈનિકોની નિવૃત્તિ પછી રાજ્યમાં સરકારી નોકરીઓમાં 10%ની અનામત આપવામાં આવશે. અગ્નિવીર સૈનિકો માટે આ ખુશીના સમાચાર છે. ઉત્તરાખંડ સરકાર અગ્નિવીરો માટે આ ખાસ નિર્ણય લીધો છે.

આ પોસ્ટ્સ માટે નિવૃત્ત અગ્નિવીરોને અનામતનો લાભ મળશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ કોન્સ્ટેબલ (સિવિલ/પીએસી), સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર પીએસી, ફાયરમેન, ફાયર ઓફિસર II, પ્રિઝનર ગાર્ડ, ડેપ્યુટી જેલર, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટ ઇન્સ્પેક્ટર, એક્સાઇઝ કોન્સ્ટેબલ, એન્ફોર્સમેન્ટ કોન્સ્ટેબલ અને સેક્રેટરીએટ ગાર્ડ જેવી ગ્રુપ C માં તમામ ગણવેશધારી પોસ્ટ્સ માટે નિવૃત્ત અગ્નિવીરોને અનામત આપવામાં આવશે. જેના કારણે નિવૃત્ત અગ્નિવીરને સરકારી નોકરી મેળવવામાં વધારે સરળતા રહેશે.

આ પણ વાંચો: અગ્નિવીરો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે મોટી જાહેરાત

દેશની સેવા કરીને આવેલા અગ્નિવીર રાજ્યનું ગૌરવ છેઃ ધામી

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, આ નિર્ણય દેશની સેવા કરીને આવતા અગ્નિવીર સૈનિકો માટે ખૂબ મહત્વના છે. અગ્નિવીર રાજ્યનું ગૌરવ છે. તેમને સન્માન અને રોજગાર આપવો એ અમારી ફરજ છે. વધુમાં કહ્યું કે, આ નિર્ણય નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરશે. સરકાર ભૂતપૂર્વ સૈનિકો અને અગ્નિવીરોને દરેક શક્ય રીતે રોજગાર પૂરો પાડવાનો પ્રયાસ કરી રહી છે.

શું છે આ અગ્નિવીર યોજના?

અત્રે ઉલ્લેખનયી છે કે, ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. તારીખ 14મી જૂન 2022માં સશસ્ત્ર દળોમાં ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી હતી. અગ્નિવીરમાં 4 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે આ યોજના લાગુ થઈ ત્યારે દેશભરમાં વિરોધ થયો હતો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ થયાં હતાં. ભારે વિરોધના કારણે સરકારે પછી આ યોજનાના ફાયદા અંગે પણ જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button