આ રાજ્યમાં ફોરેસ્ટ ફંડમાંથી iPhone અને લેપટોપ ખરીદવામાં આવ્યા! CAG રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા…

દેહરાદુન: ઉત્તરાખંડ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ઓડિટમાં રાજ્યના વન વિભાગમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની જાણ થઇ છે. અહેવાલ મુજબ વન સંરક્ષણ માટેના ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ iPhone, લેપટોપ અને ઓફિસ ડેકોરેશનની વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો, ઉપરાંત અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
Also read : Air India એ કેન્દ્રીય પ્રધાનને પણ આપી દીધી તૂટેલી સિટ, સામાન્ય જનતાએ તો શું અપેક્ષા રાખવાની?
2022ના રેકોર્ડની તપાસ બાદ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલ મજબ Compensatory Afforestation Fund Management and Planning Authority Fund (CAMPA)નો ઉપયોગ વનીકરણ સંબંધિત કાર્યો પર ખર્ચ કરવાને બદલે અન્ય વસ્તુઓ માટે કરવામાં આવ્યો. ટેક્સ પેમેન્ટ માટે ઝીકા પ્રોજેક્ટમાં રૂ. 56.97 લાખ રીડાયરેક્ટ કરવામાં આવ્યા હતા, આ પૈસા આ માટે નહોતા. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર(DFO) અલ્મોરા ઓફિસમાં સોલાર ફેન્સીંગ માટે 13.51 લાખ રૂપિયા કોઈપણ મંજૂરી વિના ખર્ચવામાં આવ્યા.
8 વર્ષ સુધી ફંડ ના વપરાયું:
CAMPA ફંડ મળ્યા પછી, તેનો ઉપયોગ એક વર્ષની અંદર કરવાનો હોય છે, પરંતુ 37 કિસ્સાઓમાં આ ભંડોળનો ઉપયોગ કરવામાં 8 વર્ષ લાગ્યા. કેન્દ્રએ રોડ, પાવર લાઇન, પાણી પુરવઠા લાઇન, રેલ્વે અને ઓફ-રોડ લાઇન માટે ઔપચારિક સંમતિ આપી હતી, પરંતુ તેમ છતાં, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર(DFO) મંજૂરી જરૂરી છે. 2017 થી 2022 વચ્ચે 52 કેસોમાં DFOની મંજૂરી લેવામાં આવી ન હતી.
વાવેલા વૃક્ષોના ઉગ્યા:
CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017 થી 2022 દરમિયાન વાવવામાં આવેલા વૃક્ષોમાંથી માત્ર 33 ટકા વૃક્ષો જ બચી શક્યા. આ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા નિર્ધારિત 60-65% કરતા ઓછું છે.
આ રિપોર્ટમાં સરકારી હોસ્પિટલોમાં એક્સપાયર થયેલી દવાઓના વિતરણ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ત્રણથી વધુ સરકારી હોસ્પિટલોમાં 34 એક્સપાયર્ડ દવાઓનો સ્ટોક હતો, જેમાંથી કેટલીક બે વર્ષથી વધુ સમય પહેલા એક્સપાયર્ડ થઈ ગઈ હતી.
Also read : રાહુલ ગાંધીને ઝટકો આપવાના મૂડમાં આ નેતા, પી એમ મોદીની કરી ચૂક્યા છે પ્રશંસા
કોંગ્રેસે આ રિપોર્ટના આધારે સરકાર પર જાહેર ભંડોળનો બગાડ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ઉત્તરાખંડના વન પ્રધાન સુબોધ ઉનિયાલે કહ્યું છે કે તેમણે તેમના વિભાગ સાથે સંબંધિત મામલાની તપાસના આદેશ આપ્યા છે.