Uttarkashi-floods: આદમી હૈ ઈસમે…કાગળની નાવની જેમ વહેતી કારમાં માણસ હતો, પણ બચાવવો કેમ, જૂઓ વીડિયો…

ધરાલી: ઉત્તર ભારતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધીના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ઉત્તરાખંડમાં તો વાદળ ફાટ્યું છે. જેને ત્યારે હવે ઉત્તરાખંડમાંથી પણ તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. જે પૈકીનું એક દૃશ્ય તો રૂંવાટા બેઠા કરી દે તેવું છે.
ડ્રાઈવર સાથે કાર તણાઈ
ઉત્તરાખંડમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉત્તરકાશી વિસ્તારના ધરાલી ગામથી એક ભયાનક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ધરાલી ગામમાં વહેતું પૂરનું પાણી દેખાઈ રહ્યું છે. જેમાં એક કાર તણાઈ રહી છે. ઉંચાઈ પરથી એક વ્યક્તિ આ વીડિયો ઉતારી રહ્યો છે.
વીડિયો ઉતારતી વખતે તેને ગાડી દેખાય છે, જેથી તે બૂમ પાડે છે, “પેલી ગાડી જુઓ, ગાડી છે ગાડી.” પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ કારને પોતાના વહેણમાં ખેંચી રહ્યો છે. વીડિયો ઉતારનારની બાજુમાં બેસેલી વ્યક્તિ કહે છે કે, “તેમાં માણસ છે, માણસ છે.” 30 સેકન્ડના વીડિયોમાં આ કાર પાણીમાં વહી જતી દેખાઈ રહી છે.
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ પણ એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ભારે માત્રામાં પાણી સાથે મોટા-મોટા પથ્થરો અને કાટમાળ નીચેની તરફ આવતા દેખાયા હતા. આ પ્રવાહમાં નદી કિનારે આવેલી ઇમારતો વહી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે-ત્રણ માળની ઇમારતો પણ લગભગ સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગઈ હતી.
ઉત્તરાખંડમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
વાદળ ફાટવાની ઘટનાને લઈને ઉત્તરાખંડમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના, આઈટીબીપી, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક લોકો સહિત તમામ એજન્સીઓ બચાવ કાર્યમાં જોતરાઈ છે. ગઈ કાલે 130 લોકોને બચાવવામાં આવ્યા છે. લોકોને શોધવા માટે તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. તેમજ દહેરાદુનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર 24 કલાક કાર્યરત છે.
આ પણ વાંચો…ઉત્તરકાશીના ધારાલી ગામમાં 200 લોકો ફસાયેલા, સેના જવાનો બનાવી રહ્યા છે રસ્તો