નેશનલ

ઉત્તરાખંડમાં પરિવહનને નવો વેગ, CM પુષ્કર સિંહ ધામીએ 100 આધુનિક બસોને લીલી ઝંડી બતાવી

દેહરાદૂનઃ ઉત્તરાખંડનો વિકાસ વાયુ વેગે થઈ રહ્યો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આજે 100 નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ખુશી પણ વ્યક્ત કરી છે. આ બસો ખાસ કરીને પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં જવા-આવવા વાળા લોકોને ઘણી ફાયદાકારક સાબિત થવીની છે. કારણ કે, આ બસો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.

પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં આ બસો વધુ ફાયદાકારક

વધારે વિગતે વાત કરીએ તો, 100 બસોને પ્રસ્તાન કરાવતા મુખ્ય પ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડ જેવી મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વાળા રાજ્યામાં મજબૂત પરિવહન વ્યવસ્થા માત્ર સુવિધા જ નહીં પરંતુ આર્થિક વિકાસનો મજબૂત પાયો છે. આ બસોના કારણે મુસાફરોને સુરક્ષા તો મળશે જ પરંત સાથે સસ્તા દરે મુસાફરીનો લાભ પણ મળશે. આ બસો હવે રાજ્યમાં પ્રવાસન, સામાજિક અને આર્થિક ગતિવિધિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ઉત્તરાખંડના વિકાસમાં આ બસો નવી ઊર્જા ભરી દેશે.

આ બસોમાં જીપીએસ, સીસીટીવી કેમેરા, ઈ-ટિકિટિંગ અને ફ્લીટ મોનિટરિંગ, સાથે સાથે સમયસર જાળવણી જેવી આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષામાં વધારો થવાનો છે. આમેય ઉત્તરાખંડ રાજ્યમાં સૌથી વધારે પર્વતીય વિસ્તાર છે, જેથી મુસાફરોની સુરક્ષા માટે આ પ્રકારની બસો હોવી વધારે ફાયદાકારક સાબિત થશે.

નિગમના કાફલામાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસો શરૂ થશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, સરકાર પરિવહન નિગમને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે અને અત્યાર સુધીમાં 13 થી વધુ નવા બસ સ્ટેન્ડ અને વર્કશોપનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ચાર ISBT સહિત 14 અન્ય સ્થળોએ બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નિગમના કાફલામાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસો પણ ઉમેરવામાં આવશે. આ સાથે નિગમના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને, સરકારે મોંઘવારી ભથ્થું વધારવા, સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવા અને નવી ભરતી દ્વારા કર્મચારીઓની અછતને દૂર કરવા માટે પગલાં લીધાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button