ઉત્તરાખંડમાં ચાર ધામ અને હેમકુંડ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરાઈ | મુંબઈ સમાચાર
નેશનલ

ઉત્તરાખંડમાં ચાર ધામ અને હેમકુંડ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરાઈ

દહેરાદૂન : દેશના પહાડી રાજયોમાં સતત વરસી રહેલા વરસાદ અને ખરાબ હવામાનથી જનજીવનને ભારે અસર થઈ છે. જેમાં હવે ઉત્તરાખંડમાં હવામાન વિભાગના વરસાદના એલર્ટના પગલે ચાર ધામ અને હેમ કુંડ યાત્રાને પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગે ગઠવાલ મંડળમાં કમિશ્નર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યાત્રા હિંદુઓ માટે મહત્વની

ઉત્તરાખંડની પવિત્ર યાત્રા ચારધામ યાત્રા ( યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામ) દર વર્ષે એપ્રિલ- મે માં શરુ થાય છે અને ઓક્ટોબર -નવેમ્બર સુધી ચાલે છે. આ યાત્રા હિંદુઓ માટે મહત્વની છે. જેમાં શ્રધ્ધાળુઓ ચાર ધામના દર્શન કરીને પાપોથી મુકિત અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ચારધામ યાત્રાની શરુઆત ધામોના કપાટ ખુલવાની સાથે

ચારધામ યાત્રાની શરુઆત ધામોના કપાટ ખુલવાની સાથે જ થાય છે અને સમાપ્તિ કપાટ બંધ થતા થાય છે. જેમાં કપાટ ખુલવાની તિથીમાં મહાશિવરાત્રિ, અક્ષય તૃતિયા સહિત શુભ મૂહર્ત પર નક્કી થાય છે. આ વર્ષે યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલ્યા છે અને બે નવેમ્બરના રોજ બંધ થશે. આ યાત્રામાં મુખ્ય સ્થળોમાં યમુનોત્રી , ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ છે. જયારે હેમકુંડ સાહિબના કપાટ 25 મે 2025ના રોજ ખુલ્યા છે અને ઓક્ટોબરમાં બંધ થશે. આ શિખ ધર્મનું મહત્વપૂર્ણ તીર્થ છે. જેને ચાર ધામ યાત્રા સાથે જોડવામાં આવ્યું છે.

યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલ્યા છે

યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલ્યા છે અને બે નવેમ્બરના રોજ બંધ થશે. આ યાત્રાનો પ્રારંભ દેવી યમુનાને સમર્પિત છે. જયારે ગંગોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલ્યા છે જે બે નવેમ્બરના રોજ બંધ થશે. આ સ્થળને ગંગા નદીનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. આ સ્થળના કપાટ અક્ષય તૃતીયા પર ખુલે છે.

કેદારનાથ આ યાત્રાનું અંતિમ સ્થળ

કેદારનાથના કપાટ બે મે ના રોજ ખુલ્યા છે અને 15 નવેમ્બરના રોજ બંધ થશે. આ દેશના 12 જ્યોતિર્લીંગોમાંથી એક છે. જયારે બદ્રીનાથના કપાટ 4 મેના રોજ ખુલ્યા છે અને 18 નવેમ્બરના રોજ બંધ થશે. આ સ્થળ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ યાત્રાનું અંતિમ સ્થળ છે.

આ પણ વાંચો….ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદની આગાહી, ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરાઇ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button