નેશનલ

Uttarakhandના રુદ્રપ્રયાગ જિલ્લામાં બિન-હિંદુ, રોહિંગ્યાના પ્રવેશબંધીના બોર્ડથી વિવાદ વકર્યો

દેહરાદૂન: ઉત્તરાખંડના(Uttarakhand) પહાડી વિસ્તારોમાં બિન-હિંદુ/રોહિંગ્યા મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા જાહેર બોર્ડથી વિવાદ વધ્યો છે. જેમાં બે મુસ્લિમ પ્રતિનિધિમંડળો ગુરુવારે ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારને મળ્યા હતા. પ્રતિનિધિમંડળે ગઢવાલની પહાડીઓમાં ખાસ કરીને ચમોલી જિલ્લાના નંદઘાટ અને ગોપેશ્વરમાં પ્રવર્તતી ગંભીર સાંપ્રદાયિક પરિસ્થિતિથી વાકેફ કર્યા અને ત્યાં રહેતા લઘુમતી માટે પોલીસ સુરક્ષાની માંગણી કરી.

બોર્ડ મૂકનારને શોધવાનો પ્રયાસ
ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એકમોને અનેક ગામોમાં આવા બોર્ડ લગાવ્યા હોવાના અહેવાલોની ખાતરી કરવા આદેશ આપ્યો છે. રુદ્રપ્રયાગ સર્કલ અધિકારી પ્રબોધ કુમાર ઘિલદિયાલે પુષ્ટિ કરી કે તેઓએ ઘણા સાઈનબોર્ડ હટાવ્યા છે અને આ બોર્ડ મૂકનારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે .

ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વિવિધ ગ્રામ પ્રધાનો સાથે એક બેઠક પણ યોજવામાં આવી છે. જ્યારે
બિન-હિન્દુ/રોહિંગ્યા મુસ્લિમો માટે ગામમાં ધંધો કરવો પ્રતિબંધિત છે. જો ગામમાં ક્યાંય પણ મળી આવશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આવું સાઈન બોર્ડ ન્યાલ્સુ ગામની બહાર હિન્દીમાં લખાયેલું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નિર્દેશ ગ્રામસભામાંથી આવ્યો હતો.

આ પણ વાંચો ….Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત

તમામ ગામોમાં સમાન બોર્ડ જોવા મળ્યા
ન્યાલ્સુના ગામના પ્રમુખ પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે શેરસી, ગૌરીકુંડ, ત્રિયુગીનારાયણ, સોનપ્રયાગ, બરાસુ, જમુ, અરિયા, રવિગ્રામ અને મૈખંડા સહિત પ્રદેશના લગભગ તમામ ગામોમાં સમાન બોર્ડ જોવા મળ્યા છે. તેમજ ગામની બહાર સાઈનબોર્ડ ગ્રામ પંચાયતે નહીં પણ ગ્રામજનોએ લગાવ્યું છે.

ફેરિયા ગુનો કરે છે અને ભાગી જાય છે
જેમાં પોલીસ વેરિફિકેશન વિના ફેરિયાઓને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. અમારા ગામના મોટાભાગના પુરુષો યાત્રા પર નિર્ભર છે અને તેથી તેઓ યાત્રા દરમિયાન ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં રહે છે. મહિલાઓ ઘરમાં એકલી હોય છે. ઘણા ફેરિયાઓ માન્ય આઈડી અને પોલીસ વેરિફિકેશન વગર ગામમાં આવે છે. વેરિફિકેશનવાળા લોકો નિયમિત રીતે ગામની મુલાકાત લેતા હોય છે. તેમને રોકવામાં આવતા નથી. જો કોઈ ફેરિયો ગુનો કરે છે અને ભાગી જાય છે તો તેમને શોધવા મુશ્કેલ બને છે.

મે નથી ઈચ્છતા કે બહારના લોકો અમારા ગામમાં આવે
જ્યારે મૈખંડા ગામના પ્રમુખ ચાંદની દેવીએ પણ પુષ્ટિ કરી કે તેમના ગામની બહાર ગ્રામજનો દ્વારા સમાન બોર્ડ લગાવવામાં આવ્યું છે. અમે નથી ઈચ્છતા કે બહારના લોકો અમારા ગામમાં આવે કારણ કે અમારા બાળકો અને મહિલાઓ માટે ખતરો છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…