
નવી દિલ્હી : ભારત-ચીન સરહદ પર ઉત્તરાખંડના સરહદી જિલ્લા ચમોલીમાં શુક્રવારે થયેલા પ્રચંડ હિમપ્રપાતથી ઘણા કામદારોના(Uttarakhand Glacier Burst)જીવ જોખમમાં મુકાયા હતા. આ અકસ્માત માણા નજીક થયો હતો. જ્યાં બાંધકામ કાર્યમાં રોકાયેલા કામદારો બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. વહીવટીતંત્ર અને બચાવ ટીમોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. જેમાં બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 46 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જ્યારે ચાર કામદારોના મોત થયા છે. પાંચ કામદારો હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે.
Also read : પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા, જાણો ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન
હિમપ્રપાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હવાઈ પટ્ટીને એલર્ટ મોડ પર રાખી છે. બચાવ અને રાહત કાર્ય માટે પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો ત્યાં તૈનાત છે. એસડીએમ સંતોષ કુમાર પાંડે પોતે રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
જેમાં હાલ આર્મી હોસ્પિટલમાં 26 કામદારોની સારવાર ચાલી રહી છે. જ્યારે બદ્રીનાથ ધામમાં ITBP અને આર્મી કેમ્પમાં 22 કામદારો સુરક્ષિત છે. આ સમગ્ર ઘટનામાં હજુ સુધી 5 કામદારો ગુમ છે. જયારે ચાર લોકોના
4 લોકોના મોત થયા છે.
બચાવ ટીમ પાંચ અન્ય ગુમ થયેલા કામદારોને શોધવામાં રોકાયેલી
ભારતીય સેના, એસડીઆરએફ અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. ચમોલી જિલ્લામાં ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાની શક્યતાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. જોકે, ખરાબ હવામાન છતાં સૈનિકો રાહત કાર્યમાં રોકાયેલા છે. દેહરાદૂન સ્થિત પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ ટીમ પાંચ અન્ય ગુમ થયેલા કામદારોને શોધવામાં રોકાયેલી છે.
આઈએમડીએ હવામાનનું એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ચમોલી જિલ્લામાં હિમપ્રપાતનો ભય હજુ પણ યથાવત છે. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ દરમિયાન, વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે અને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે.
Also read : IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી
પ્રાથમિક માહિતી અનુસાર, માણા નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે હિમપ્રપાત થયો હતો જેમાં બાંધકામ કાર્યમાં રોકાયેલા કામદારો ફસાઈ ગયા હતા. પ્રશાસને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ અકસ્માતથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે અને કામદારોના પરિવારો તેમના પ્રિયજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.