નરાધમો, તમારા કરતા જનાવર સારા, વાંદરાઓએ છ વર્ષની બાળકીને દુષ્કર્મથી આ રીતે બચાવી
બાગપત : વાંદરાઓની(Monkey) ટોળીએ બાગપતમાં 6 વર્ષની વિદ્યાર્થીનીને બળાત્કારનો શિકાર બનતી બચાવી હતી. જ્યારે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર પોલીસે પોક્સો એક્ટ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ આરોપી ફરાર છે તેની શોધ ચાલુ છે. જ્યારે માસૂમ બાળકીના માતા-પિતાએ દાવો કર્યો હતો કે એક વ્યક્તિ તેમની પુત્રીને લાલચ આપીને તેમના ઘરથી થોડે દૂર ખંડેરમાં લઈ ગયો હતો. ત્યાં તે બળાત્કાર કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે અચાનક કેટલાક વાંદરાઓની ટોળી ત્યાં આવી હતી. તેમની આક્રમકતા જોઇને આરોપી ડરીને સગીરને છોડીને ભાગી ગયો હતો.
મારી પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી
આ ઘટના બાદ સગીર ઘરે પહોંચે છે. તે તેના પરિવારને આ વાત કહે છે તે કેવી રીતે વાંદરાઓએ તેને એક વ્યક્તિથી બચાવ્યો. બાળકીના પિતાએ કહ્યું, ‘મારી દીકરી બહાર રમી રહી હતી ત્યારે આરોપી તેને લઈ ગયો. નજીકના સીસીટીવી ફૂટેજમાં તે દીકરીને સાંકડી ગલીમાંથી લઈ જઈ રહ્યો હતો. હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેણે મારી પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી. જો વાંદરાઓ ત્યાં ન આવ્યા હોત તો મારી દીકરી અત્યાર સુધીમાં મરી ગઈ હોત.
આરોપીની ધરપકડ માટે તપાસ
લોકોનું કહેવું છે કે વાંદરાઓના કારણે બાળકી ગુનાનો શિકાર બનતી બચી હતી. બાગપત સર્કલ ઓફિસર હરીશ ભદોરિયાએ માહિતી મળી હતી. તેમણે કહ્યું આ કેસમાં તપાસ ચાલી રહી છે. હાલ આરોપીની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી છે.
હનુમાનજીએ પોતે બાળકીની રક્ષા કરી
હવે આ મામલો સામે આવ્યા લોકો ભગવાનનો આભાર માની રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે હનુમાનજીએ પોતે બાળકીની રક્ષા કરી છે. બાળકી સુરક્ષિત હોવા છતાં તેના માતા-પિતા ડરી ગયા છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજાની માંગ કરી રહ્યા છે.આ ઘટના 20 સપ્ટેમ્બરના રોજ બાગપતના દૌલા ગામમાં બની હતી. POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયેલ આરોપી પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.