ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો

નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં છે. નિક્કીની હત્યા બાદ તેના પતિને વિપિન ભાટીને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. જયારે તેની સાસુ દયાવતીની ધરપકડ કરવામાં આવી છે.તેના સસરા સત્યવીર અને જેઠ રોહિત ભાટી ફરાર છે. પોલીસની આઠ ટીમ બંનેની તપાસ કરી રહી છે.
બ્યુટી પાર્લર ખોલવા અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પોસ્ટ કરવા મુદ્દે ઝઘડો
જોકે, આ કેસમાં પત્નીને જીવતી સળગાવનારા પતિ વિપિનનો આનો કોઈ પસ્તાવો નથી. તેમજ પોતાનો ગુનો નથી કબુલ્યો. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નિક્કી ભાટીનો બ્યુટી પાર્લર ફરી ખોલવા અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરવા મુદ્દે ઝઘડો થયો હતો.
આ સમગ્ર કેસમાં નિક્કીનો પુત્ર મુખ્ય સાક્ષી
આ કેસના નિક્કીની બહેનની ફરિયાદના આધારે પોલીસે 23 ઓગસ્ટના રોજ વિપિનની ધરપકડ કરી હતી. રવિવારે પોલીસે આરોપીના મેડીકલ ટેસ્ટ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીને ભાગવાની કોશિષ કરતા તેની સિરસા ચોકડી પાસે પગમાં ગોળી મારીને ધરપકડ કરવામાં આવી હતી. જયારે નોઈડા કોર્ટે આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સમગ્ર કેસમાં નિક્કીનો પુત્ર મુખ્ય સાક્ષી છે. જે વારંવાર પિતાના કૃત્યને જણાવી રહ્યો છે.
નિક્કીના પરિજનો ન્યાય માટે આજે પ્રદર્શન કરશે
આ કેસમાં રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે. તેમજ યુપીના ડીજીપીને પત્ર લખીને તમામ આરોપીની ધરપકડ કરવા અને ત્રણ દિવસ સંપૂર્ણ અહેવાલ સોંપવા જણાવ્યું છે. તેમજ પીડિતાના પરિજનો અને સાક્ષીની સુરક્ષા વધારવા પણ જણાવ્યું છે. તેમજ નિક્કીના પરિજનો ન્યાય માટે આજે પ્રદર્શન કરવાના છે.
નિક્કી અને વિપિનના વર્ષ 2016માં લગ્ન થયા હતા
ઉલ્લેખનીય છે કે, નિક્કી અને વિપિનના વર્ષ 2016માં લગ્ન થયા હતા. તેની બહેન કંચનના લગ્ન પણ વિપિનના ભાઈ રોહિત સાથે થયા હતા. તેમજ કંચનની એફઆઈઆર મુજબ ગુરુવારે સાંજે નિક્કી પર તેના પતિ અને સાસુ દયાએ હુમલો કર્યો હતો. જેમાં કંચને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તો તેને પણ મારવામાં આવી હતી. તેમજ વિપીને તેની બાદ જવલનશીલ પદાર્થ નાંખીને તેને સળગાવી દીધી હતી.
આ પણ વાંચો…દહેજના દાનવે નિક્કીનો ભોગ લીધોઃ પતિના એન્કાઉન્ટર પછી હવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી