
જૌનપુર : અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ નવ લોકો ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના છે.
જે અયોધ્યા દર્શન કરીને કાશી વિશ્વનાથના દર્શન માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાનાની વિગત મુજબ બસ સવારે ત્રણ વાગ્યે લાઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિહીપુર પહોંચી. જ્યાં ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ અથડાઈ હતી.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યા ચાર શ્રદ્ધાળુઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જયારે અન્ય શ્રદ્ધાળુઓની સારવાર ચાલી રહી છે. આ બસમાં કુલ 50 શ્રદ્ધાળુઓ હતા.
પોલીસ અધિક્ષક અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા
જૌનપુરના પોલીસ અધિક્ષક અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ચાર લોકોના મૃત્યુની પૃષ્ટિ કરી હતી.તેમજ જણાવ્યું હતું કે ચારે મૃતક છત્તીસગઢના રહેવાસી છે.
જયારે નવ લોકો ઘાયલ છે. તેમની હોસ્પિટલમાં યોગ્ય સારવાર ચાલી રહી છે. આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…જયપુરમાં ગોઝારો અકસ્માતઃ અસ્થિ વિસર્જનથી પાછા ફરતા એક પરિવારના 7 સભ્યનો અંત