જાહેર કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું…

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર વાક્ પ્રહાર કર્યાં છે. મહત્વની વાત એ છે કે, યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને એક ભવિષ્યવાણી કરતા એવું કહ્યું કે, હવે પાકિસ્તાન ખતમ થઈ જવા આવ્યું છે.
અરાજક રાષ્ટ્રની સ્થિતિ પાકિસ્તાન જેવી જ હોય છે. એ વાત પણ સાચી છે કે, પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાન દરેક બાબતે ખોખલું થઈ ગયું છે.
આપણ વાંચો: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ યુવા એપ લોન્ચ કરી, મળશે આ સુવિધા…
અરાજક રાષ્ટ્ર ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છેઃ સીએમ યોગી
યોગી આદિત્યનાથે કહ્યું કે, પાકિસ્તાન હવે અંદરથી સાવ ખોખલું થઈ ગયું છે. આ અરાજકતા કોઈપણ રાષ્ટ્રને વિનાશની અણી પર લઈ જઈ શકે છે અને તેના અસ્તિત્વ પર પ્રશ્નો કરી શકે છે. વધુમાં કહ્યું કે, આચાર્ય ચાણક્યએ એક વાત કરી હતી કે, કોઈ પણ રાષ્ટ્રમાં આંતરિક અશાંતિ હોય તો તે રાષ્ટ્રને અરાજક જ કહેવામાં આવે છે.
અરાજક રાષ્ટ્ર ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે. અરાજક રાષ્ટ્રની સ્થિતિ આજે તમે જોઈ રહ્યા છો તે પાકિસ્તાન જેવી છે. તે અંદરથી સંપૂર્ણપણે ખોખલું છે, તે અવ્યવસ્થિત છે. આ અરાજકતા કોઈપણ રાષ્ટ્રને વિનાશની અણી પર લઈ જઈ શકે છે. ભારત પ્રાચીન સમયથી આ પરિસ્થિતિથી વાકેફ અને સતર્ક રહ્યું છે. ભારતની સુરક્ષા માટે આવી પદ્ધતિઓ બનાવવાની વૃત્તિ પણ રહી છે.
આપણ વાંચો: યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં
ભગવાન શ્રી રામ વિશે પણ સીએમ યોગીએ ખાસ વાત કરી
આ અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે, વૈદિક કાળમાં ભારતીય વ્યક્તિને શિક્ષણ આપવામાં આવતું હતું. કે, આ ધરતી આપણી માતા છે. કોઈ પણ પુત્ર પોતાની માતા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ અને અરાજકતા સહન કરી શકતો નથી. જો કોઈ ભારતના ગૌરવ અને સન્માન વિરુદ્ધ કંઈ કરવાની હિંમત કરશે, તો દરેક ભારતીય ઉભા થશે.
ભગવાન રામે આપણને આ વાત કહી હતી. વધુમાં કહ્યું કે, હું આ રાક્ષસોનો સંપૂર્ણ નાશ કરીશ અને આ પૃથ્વીને રાક્ષસ મુક્ત બનાવીશ. તેનો અર્થ એ છે કે હું આપણા રાષ્ટ્રને તે બેકાબૂ તત્વોથી મુક્ત કરીશ જે આપણા રાષ્ટ્રની સુરક્ષામાં ભંગ કરી રહ્યા છે. આ સંકલ્પ રામ રાજ્યનો પાયો બન્યો.