નેશનલ

યુપીમાં યોગીની ‘ફોર્મ્યુલા’ સફળ, ‘સપા’નો ગઢ ‘આ’ રીતે જીત્યાં…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા કારમા પરાજય બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો અને ભાજપે 29 બેઠકો ગુમાવી હતી. આ ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. લોકસભાના પરિણામોનું નુકસાન પેટા ચૂંટણીના પરિણામોએ બદલી નાખ્યું છે.

આ પણ વાંચો : પ્રિયંકાની જીત બધા પર ભારીઃ સરસાઈમાં ભાઈ રાહુલ ગાંધીનો રેકોર્ડ પણ તોડ્યો…

લોકસભા ચૂંટણીના આશરે છ મહિનાના ગાળામાં જ ઉતર પ્રદેશના રાજકારણના તમામ સમીકરણો બદલાઈ ગયા છે. પેટાચૂંટણીના પરિણામોએ “યોગી બ્રાન્ડ”ને વધુ મજબૂત બનાવી છે. ‘કટોગે તો બટોગે’ ના સૂત્ર સાથેના એજન્ડાથી કરવામાં આવેલ પ્રચાર બાદ પરિણામ સામે છે. NDAએ નવમાંથી સાત વિધાનસભા બેઠકો પર જીતી હાંસલ કરી છે. ભાજપે સમાજવાદી પાર્ટી પાસેથી બે બેઠકો આંચકી લીધી છે. વળી ભાજપે આ બંને બેઠકો ત્રણ દાયકા બાદ જીતી છે.

કેવી રીતે તૈયારીઓ થઈ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ યોગી આદિત્યનાથે વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીના જંપલાવી દીધું હતું. આ માટે ત્રીસ મંત્રીઓની ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી, દરેક બેઠક પર બે-ત્રણ મંત્રીઓને ફરજ સોંપવામાં આવી હતી, પોતે નિયમિત બેઠકો યોજીને સમીક્ષા કરતા હતા, દરેક વિધાનસભા બેઠક પર બે-ત્રણ વખત પ્રચાર કરવા પણ ગયા હતા. યુપી બીજેપી કોર કમિટીની ઘણી વખત બેઠકો થઈ અને જેમાં પ્રદેશના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. મુખ્ય પ્રધાન યોગી પોતે કટેહરી બેઠકના પ્રભારી બન્યા હતા.

જીત માટેનો હતો એક ફોર્મ્યુલા

ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ યોગી આદિત્યનાથે તમામ વિધાનસભા બેઠકોની મુલાકાત લીધી હતી. દરેક બેઠકના સામાજિક સમીકરણ પ્રમાણે આગેવાનોને ફરજો સોંપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી દરેક બેઠક પર પકડ ધરાવતા નેતાઓના સતત સંપર્કમાં રહ્યા, પાર્ટીમાં રહેલા આંતરિક મતભેદોને ભૂલીને હમ સાથ સાથ હૈ”નો સંદેશ આપ્યો હતો. તેમણે ચુંટણીની નાનામાં નાની બાબત પર નજર રાખી હતી. જ્યાં પણ સાંપ્રદાયિક ધ્રુવીકરણની જરૂર પડી ત્યાં ‘કટોગે તો બટોગે’ના નારાને આગળ ધરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Jharkhand election result: JMM ગઠબંધને બાજી પલટી, વલણોમાં બહુમતી મેળવી

OBCમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનનું કારણ ટિકિટ વહેંચણીની ગેરરીતિઓને દર્શાવવામાં આવી હતી. આ વખતે પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. યોગી આદિત્યનાથે નિષાદ પાર્ટી માટે આ વખતે એક પણ બેઠક નહીં છોડવાનો નિર્ણય કરી બંને બેઠકો ભાજપ માટે રાખવાનું નક્કી કર્યું હતું. કટેહરી બેઠક પર દલિતો અને બ્રાહ્મણ મતદારો હોવા છતાં ત્યાં પાર્ટીએ OBCમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને આ બેઠક ભાજપે જીતી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button