ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ભારે વરસાદ, બસ પર ઝાડ પડતા પાંચ લોકોના મોત

બારાબંકી : ઉત્તર પ્રદેશના અનેક જીલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેમજ અનેક જીલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન બારાબંકીમાં ભારે વરસાદના પગલે એક દુર્ઘટના ઘટી છે. જેમાં મુસાફરો ભરેલી
એક બસ પર મોટું ઝાડ પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકો માર્યા ગયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. જેમાંથી
બે લોકોની હાલત ગંભીર છે.
ફસાયેલા લોકોને ઝાડ કાપીને બહાર નીકાળવામાં આવ્યા
બારાબંકીમાં ઝાડ પડતા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. તેમજ બસ પર પડેલા ઝાડને દુર કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તેમજ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમજ રોડ પરથી ટ્રાફિક પર દુર કરવામાં આવી રહ્યો છે. તેમજ ફસાયેલા લોકોને ઝાડ કાપીને બહાર નીકાળવામાં આવ્યા હતા.
લોકો જીવ બચાવવા બસની બારીમાંથી કુદયા
આ અંગે મળતી માહિતી મુજબ, બારાબંકી -હૈદરગઢ રોડ પર હરખ રાજા બજાર પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સ્થળે મુસાફરો ભરેલી એક બસ પસાર થઈ રહી હતી. ત્યારે જ તેની પર એક ઝાડ પડ્યું હતું. જેના લીધે લોકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. જયારે લોકો જીવ બચાવવા માટે બસની બારીમાંથી કૂદતાં નજરે પડ્યા હતા. આ ઘટનામાં ઘાયલોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે હોસ્પિટલ દ્વારા પાંચ લોકોના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલા શિક્ષક પર સામેલ છે.
આપણ વાંચો: ઉત્તરાખંડના ધરાલીમાં તબાહી, ઈસરોની તસવીરો જોઈ લો પગ નીચેથી જમીન ખસી જશે