નેશનલ
ઈમેલમાં ફ્રીમાં આવશે PAN 2.0, ફોલો કરો આ પ્રોસેસ

નવી દિલ્હીઃ હાલ દેશમાં PAN 2.0ની ખૂબ ચર્ચા થઈ રહી છે. જે અંતર્ગત વર્તમાન પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે અને આ માટે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. પાન 2.0 માં ક્યૂઆર કોડ હશે અને તે પહેલાના પાન કાર્ડની તુલનામાં વધારે આધુનિક અને સુરક્ષિત હશે. જો તમે તમારા ઈમેલ આઈડી પર પાન કાર્ડ મંગાવશો તો એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. આ માટે તમારે નીચેની પ્રોસેસ કરવી પડશે.
- ક્યૂઆર કોડવાળું પાન કાર્ડ મેળવવા માટે તમારે NSDLની સત્તાવાર વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html પર જવું પડશે.
આ લિંક પર ક્લિક કર્યા બાદ માંગવામાં આવેલી તમામ જરૂરી જાણકારી જેમકે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ જેવી વિગતો ભરો.
- આ પછી ટિક બોક્સ પર ક્લિક કરો અને સબમિટ કરો.
જે બાદ તમારી સમક્ષ નવું વેબપેજ ખુલશે જેમાં જરૂરી જાણકારી ભરો. સબમિટ કરતાં પહેલા તમામ વિગતો ધ્યાનથી વાંચો.
- જે બાદ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરો.
- તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ માત્ર અડધા કલાકમાં જ તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પાન કાર્ડ 2.0 મોકલી આપવામાં આવશે.
ફિઝિકલ પાન કાર્ડ કેવી રીતે મંગાવશો
જો તમે પાન કાર્ડને ફિઝિકલ મોડમાં મંગાવવા માંગતા હો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. ભારતની બહાર પાન કાર્ડની ડિલિવરી માટે 15 રૂપિયાનો વધારો ચાર્જ આપવો પડશે.