બ્રેકિંગ: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થતા દુનિયાભરના યૂઝર્સ પરેશાન…

નવી દિલ્હીઃ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાથી દુનિયાભરના વપરાશકર્તા પરેશાન થઈ ગયા છે. અમલી લોકો એકાઉન્ટ ઓપન કરી શકતા નથી તેમ જ અમુક લોકોએ ફીડ કરી શકતા નહીં હોવાની ફરિયાદ કરી હતી. આજે રાતના નવ વાગ્યાના સુમારે સર્વર down હોવાની સમસ્યાને કારણે લોકોએ નિરાશા વ્યકત કરી હતી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ down થવાને કારણે લોકોએ સોશિયલ મીડિયા પર પણ ફરિયાદ કરી હતી.
લાખો યૂઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં અમુક યુઝર્સે ફીડ રીફ્રેશ કરવામાં મુશ્કેલી આવી રહી હોવાની ફરિયાદ પણ કરી હતી. વૈશ્વિક સ્તરે લોકોને બંને પ્લેટફોર્મ પર એકાઉન્ટ એક્સેસ કરવામાં અવરોધ આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન લાખો લોકોએ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ ફેસબુક down હોવાની ફરિયાદ કરી હતી. બીજી બાજુ લોકોએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના યૂઝર્સની પણ ટીખળ પણ કરી હતી.
આ પણ વાંચો : DeepSeek પર નિયંત્રણ લાદવામાં આવશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
આ અંગે મેટા એ સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી પણ નિયમિત રીતે વધી રહેલા આઉટેજને કારણે કંપનીના ઇન્ફ્રા પર લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.