ટ્રમ્પના ટેરીફથી ભારતને ફટકો! સુરત, નોઇડા અને તિરુપુરના ટેક્સટાઈલ યુનીટે ઉત્પાદન બંધ કર્યું

મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલો વધારાનો 25 ટકા ટેરીફ આજથી લાગુ થવાનો છે, આ સાથે યુએસમાં આયાત થતી ભારતીય પેદાશો પર કુલ ટેરીફ 50 ટકા થઇ જશે. વડાપ્રધાન મોદીએ અમદવાદની સભામાં ભારત ટેરીફની અસરને પહોંચી વળવા તૈયાર છે, ત્યારે ભારતના કાપડ ઉદ્યોગ પર ટેરીફની અસર શરુ થઇ ગઈ છે. અહેવાલ મુજબ તિરુપુર, નોઈડા અને સુરતના કાપડ અને વસ્ત્ર ઉત્પાદકોએ ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના પદાધિકારીઓના જણાવ્યા મુજબ “તિરુપુર, નોઈડા અને સુરતમાં કાપડ અને વસ્ત્ર ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા હરીફો સામે ભારત સ્પર્ધા નહીં કરી શકે. યુએસ બજારમાં આયાત થતા સીફૂડ ખાસ કરીને ઝીંગામાં ભારતીય નિકાસનો હિસ્સો 40 ટકા છે, તેથી ટેરીફ વધવાથી સપ્લાય ચેઇન ખોરવાઈ જશે.”
તેમણે જણાવ્યું કે હાલ યુએસ સાથેના સારા રાજદ્વારી સંબંધનો લાભ લેવો જરૂરી છે અથવા તો બ્રાન્ડ ઇન્ડિયા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને વૈશ્વિક બ્રાન્ડિંગ વધારો કરવો કરવાનો અભિગમ અપનાવી શકાય છે. ગુણવત્તા વધારવા માટે કામ કરવું અને એક્ષ્પોર્ટ સ્ટ્રેટેજી બનાવીને વૈશ્વિક સ્તરે ભારતીય પેદાશોને વધુ આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સરકાર પાસેથી મદદની આશા:
ભારતીય કાપડ ઉદ્યોગ સંઘે જણાવ્યું કે ભારતીય માલ પર 50 ટકા યુએસ ટેરિફ થતા ભારતના કાપડ અને વસ્ત્ર નિકાસકારો સામે ઉભા થયેલા પડકારનો સામનો કરવા માટે કાપડ ઉત્પાદકો સરકાર પાસેથી તાત્કાલિક મદદની આશા રાખી રહ્યા છે.
ભારતીય કાપડ ઉદ્યોગ સંઘે જણાવ્યું કે ટેરીફને કારને ભારતના કાપડ અને વસ્ત્ર નિકાસકારોને મોટું નુકશાન જશે, જેના પરિણામે દેશ માટે વિદેશી હૂંડિયામણની કમાણી પણ ઘટશે. આ સાથે આ ક્ષેત્રમાં અસંખ્ય નોકરીઓ પણ જશે. જ્યારે વર્ષ 2030 સુધીમાં કાપડ અને વસ્ત્ર નિકાસને $100 બિલિયન સુધી લઇ જવાનો ટાર્ગેટ છે ત્યારે ટેરીફ લાગુ થવાથી આ ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ છે.
આપણ વાંચો: ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને થશે કેટલું નુકસાન? સરકારે આપ્યો હિસાબ…