ઇન્ટરનેશનલનેશનલ

પન્નુનની હત્યાના કાવતરા અંગે યુએસ-ભારતના સંબંધો બગડશે! યુએસએ ભારતને આપ્યો આવો મેસેજ

વોશીંગ્ટન: કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં, જેને કારણે ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબધો ઐતિહાસિક ખરાબ સ્તરે પહોંચી ગયા છે. એવામાં અમેરિકાએ પણ ભારત પર ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરા(Gurpatwant Singh Pannun assassination plot)માં સામેલ હોવાના આરોપ લગાવ્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે જણાવ્યું હતું કે ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરા અંગે ગયા અઠવાડિયે ભારતની તપાસ સમિતિ સાથે મહત્વની વાતચીત થઈ હતી અને સરકારો વચ્ચે સંબંધિત તપાસ અંગે માહિતીની આપ-લે કરવામાં આવી હતી.

જો કે, એક મીડિયા બ્રીફિંગને સંબોધતા યુએસએના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે, જણાવ્યું હતું કે ગુરપતવંત સિંહ પન્નુન કેસની તપાસમાં જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થશે નહીં.

વેદાંત પટેલે જણાવ્યું હતું કે યુએસ માને છે કે ભારતીય તપાસ સમિતિ તેની તપાસ ચાલુ રાખશે અને ગયા અઠવાડિયે બંને દેશોના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના આધારે આગળ પગલાં લેવાની અપેક્ષા છે.

ગુરપતવંત પન્નુન કેસ પર યુએસ સરકારના ભારતને મેસેજ વિશે પૂછવામાં આવતા, વેદાંત પટેલે કહ્યું, “ગયા અઠવાડિયે ભારતની તપાસ સમિતિ સાથે મહત્વની ચર્ચા થઇ હતી, અને બંને સરકારો વચ્ચે માહિતીની આપલે કરવામાં આવી હતી. અમે સમજીએ છીએ કે ભારતીય તપાસ સમિતિ તેની તપાસ ચાલુ રાખશે, અને અમે છેલ્લા અઠવાડિયે થયેલી વાતચીતના આધારે વધુ પગલાં લેવાની અપેક્ષા રાખીએ છીએ.”

Also Read – ‘કનેડા ખાલિસ્તાની કટ્ટરવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે…’, ભારત પરત ફરતા પહેલા હાઈ કમિશનર સંજય વર્માના આરોપ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જણાવ્યું કે ભારતીય તપાસ સમિતિએ યુએસ નાગરિકની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના ભૂતપૂર્વ અધિકારીની સંડોવણીની તપાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી હતી.

ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત પન્નુનને ભારતે આતંકવાદી ઘોષિત કર્યો છે, પન્નુન અમેરિકન અને કેનેડિયન નાગરિકતા ધરાવે છે. નવેમ્બરની શરૂઆતમાં, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગુરપતવંત પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં કથિત સંડોવણી બદલ ભારતીય નાગરિકો વિરુદ્ધ આરોપ લગાવ્યા હતાં.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker