USAએ ભારતની આ શિપમેન્ટ કંપની પર પ્રતિબંધ લગાવ્યો! જાણો શું છે કારણ

વોશિંગ્ટન: વર્ષોથી અમેરિકા અને ઈરાનના સંબધો તાણવ ભર્યા રહ્યા છે, એવામાં ઈરાને અમેરિકાના મિત્ર દેશ ઇઝરાયલ પર તાજેતરમાં કરેલા મિસાઈલ હુમલાને કારણે અમેરિકન સરકાર નારાજ છે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતી ઘણી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ ગબ્બોરો શિપ સર્વિસ (Gabbaro Ship Services) નામની ભારતીય શિપિંગ કંપની પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ કંપની ઈરાનથી પેટ્રોલીયમ એશિયાના ખરીદાર દેશો સુધી પહોંચાડે છે.
1લી ઓક્ટોબરના રોજ ઇરાનના ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં યુએસ વૈશ્વિક સ્તરે વિવિધ કંપનીઓને પર પ્રતિબંધો લગાવી રહ્યું છે. આ હુમલા બાદ, યુ.એસ.એ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
સ્ટેટ ડીપાર્ટમેન્ટે જણાવ્યું કે “આજે ‘ઘોસ્ટ ફ્લીટ’ સામે પગલાં લેવામાં આવ્યા છે, જે વિશ્વભરના ખરીદદારોને ઈરાનનું ગેરકાયદે પેટ્રોલીયમ પહોંચાડે છે. આ પગલાંથી ઇરાનને તેના મિસાઇલ કાર્યક્રમો માટે મળતા નાણાકીય સંસાધનો અટકી જશે. યુનાઇટેડ સ્ટેટ્સ તેના સાથીઓ અને ભાગીદારોને હંમેશા સમર્થન પૂરું પાડશે.”
પ્રતિબંધ લગાવવાના આવ્યો છે એમાં સંયુક્ત આરબ અમીરાત સ્થિત મેક્સ મેરીટાઇમ સોલ્યુશન્સ FZE (મેક્સ મેરીટાઇમ) નો સમાવેશ થાય છે, જેણે નેશનલ ઈરાની ટેન્કર કંપની (NITC) સાથે વેપાર કર્યો હતો. NITC નેશનલ ઈરાનિયન ઓઈલ કંપની (NIOC) થી પેટ્રોલીયમ ચીનની રિફાઈનરીઓ સુધી લઈ જાય છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કંપનીઓ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં સુરીનામ સ્થિત સ્ટ્રોંગ રૂટ્સ પ્રોવાઈડર NV, ગ્લેઝિંગ ફ્યુચર મેનેજમેન્ટ NV, એન્જેન મેનેજમેન્ટ NV; ભારત સ્થિત ગબ્બોરો શિપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ; મલેશિયા સ્થિત અલ્યા મરીન સેન્ડિરિયન બર્હાદ અને હોંગકોંગ સ્થિત સેલિયા આર્માસ લિ. નો સમાવેશ થાય છે.
Also Read –