US Tariff War:અમેરિકન ટેરિફ પર જસ્ટિન ટ્રુડોનો મોટું નિવેદન, કહ્યું પુતિનને ખુશ કરવા માંગે છે ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેરિફ વોરનો(US Tariff War) વ્યાપ અનેક દેશો સુધી પહોંચી રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારત, ચીન, બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી યુએસમાં આયાત થતા ઉત્પાદનો પર રેસીપ્રોકલ ટેરીફ લાગુ કરવાની જાહેરાત કરી છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની અનેક દેશોએ ટીકા કરી છે. જેમાં કેનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર નિવેદન આપ્યું.
ટ્રુડોએ અમેરિકાના ટેરિફ લાદવાને નિર્ણયને મૂર્ખતા ગણાવી હતી. તેમજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કેનેડા સાથે વેપાર યુદ્ધ શરૂ કરીને તે રશિયાને ખુશ કરી રહ્યા છે. તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડા પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે.જેના જવાબમાં કેનેડા 100 અબજ ડોલરના માલ પર બદલો લેવા માટે ટેરિફ લાદશે.
આપણ વાંચો: ટેરિફ વોર: શું યુએસએ વધુ એક વાર ગ્રેટ ડિપ્રેશન’ તરફ ધકેલાશે?મહા મંદી’નું દૃશ્ય
ટ્રુડોએ ટ્રમ્પના નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકાએ લાદેલા ટેરિફ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, આજે યુનાઇટેડ સ્ટેટ્સે તેના સૌથી નજીકના ભાગીદાર સાથી અને મિત્ર કેનેડા સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. જ્યારે બીજી તરફ તે રશિયા સાથે સકારાત્મક રીતે કામ કરવાની વાત કરે છે. જ્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખુશ કરવા માંગે છે. શું આ કરવું સમજદારીની વાત છે.
25 ટકાનો વધારાનો ટેરિફ લાદયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો પર વધારાના કરની જાહેરાત કરી છે. જેનું પરિણામ એ આવ્યું છે કે મેક્સિકો, કેનેડા અને ચીને તાત્કાલિક પગલાં લીધાં અને અમેરિકા પર બદલો લેવાના ટેરિફની જાહેરાત કરી જેના કારણે નાણાકીય બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત થતા માલ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદયો છે. જોકે, તેમણે કેનેડિયન ઊર્જા પર આ ટેરિફ ફક્ત 10 ટકા રાખ્યો છે.
આપણ વાંચો: ટેરિફ વોરની આશંકા વચ્ચે રૂપિયામા ઐતિહાસિક ઘટાડો, ડોલર સામે સરકીને 87 પહોંચી ગયો…
આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ પગલું
જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ટ્રમ્પ કેનેડાની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગે છે કારણ કે આ રીતે તેઓ સરળતાથી કેનેડાને અમેરિકા સાથે મર્જ કરી શકે છે. પણ એવું ક્યારેય થવાનું નથી. કેનેડા ક્યારેય અમેરિકાનું 51મું રાજ્ય નહીં બને.
ટ્રુડોએ ટ્રમ્પનું નામ લઈને કહ્યું કે હું ખાસ કરીને તે અમેરિકન માણસ ડોનાલ્ડ સાથે વાત કરવા માંગુ છું. વોલ સ્ટ્રીટ જર્નલ જે કંઈ કહે છે તેની સાથે સહમત થવાની મારી આદત નથી. તે ભલે ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ જ બુદ્ધિશાળી માણસ કહે છતાં આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ પગલું છે.