ટોપ ન્યૂઝનેશનલ

અમેરિકા કરશે પહેલગામ હુમલાના આતંકીઓને પકડવામાં ભારતની મદદ, તુલસી ગબાર્ડે કહ્યું આ ઇસ્લામિક આતંકી હુમલો…

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. જોકે, આ હુમલા બાદ વિશ્વના તમામ દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. તેમજ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે અમે ભારતની સાથે છીએ છે.

આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તુલસી ગબાર્ડે કહ્યું કે પહેલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવતા ઇસ્લામિક આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે ઉભા છીએ. તેમણે કહ્યું, મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકો સાથે છીએ. અમે તેમની સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં મદદ કરીશું.

પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો
આતંકવાદીઓએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા. જે સમયે આ આતંકવાદી ઘટના બની હતી. જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો અને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.

જેડી વાન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે અમેરિકા આતંકવાદ સામેની સંયુક્ત લડાઈમાં શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. પહેલગામ હુમલા પછી જેડી વાન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, અમે ભારત અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત છીએ. આ ભયાનક હુમલામાં પ્રાર્થનાઓ તેમની સાથે છે.

આપણ વાંચો : કંઈક મોટું થવાના એંધાણ ! રાજસ્થાનના જયપુરમાં ઉતર્યું USA એરફોર્સનું વિમાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button