ટોપ ન્યૂઝનેશનલ

Breaking News: ટ્રમ્પે કરી ફરી પોસ્ટ, ભારત – પાકિસ્તાનને લઈ કહી આ વાત

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સોશિયલ મીડિયા પર પો્સ્ટ કરી હતી. તેમણે ભારત – પાકિસ્તાન વચ્ચે સીઝફાયર અંગે કહ્યું. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ખૂબ ગર્વ છે. બંને દેશો પાસે વર્તમાન હુમલાને રોકવાનો સમય આવી ગયો હોવાની સમજવાની શક્તિ, બુદ્ધિ અને ધીરજ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ઘણા લોકોના મૃત્યુ અને વિનાશનું કારણ બની શકે તેમ હતું. અમેરિકાએ તમને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પર પહોંચવામાં મદદ કરી તેનો મને ગર્વ છે. ઉપરાંત કાશ્મીર મુદ્દાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે જોવા માટે પ્રયત્ન કરીશ.

શનિવારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાંજે લગભગ 5:30 વાગ્યે યુદ્ધવિરામની માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, અમેરિકાના મધ્યસ્થી હેઠળ લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સહમત થયા છે. હું બંને દેશોને તેમના સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.

આપણ વાંચો:  સીઝફાયર તોડ્યા બાદ રઘવાયા થયા પાકિસ્તાનના વડા પ્રધાન, કહ્યું- લોહીના અંતિમ ટીપાં સુધી યુદ્ધ લડીશું

ટ્રમ્પના નિવેદનના 30 મિનિટ પછી, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સાંજે 6 વાગ્યે પ્રેસ બ્રીફિંગ યોજી. તેમણે કહ્યું કે બંને દેશો હવે એકબીજા સામે લશ્કરી કાર્યવાહી નહીં કરે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી. પરંતુ ત્રણ કલાક પછી, ભારતના ચાર રાજ્યો પર હુમલો થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button