H-1B વિઝા અરજદારો માટે યુએસએ નવી ચેતવણી જાહેર કરી! ભારતીય અરજદારોની મુશ્કેલીમાં વધારો

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સના ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ(DoS)એ H-1B વિઝા પ્રક્રિયાના નિયમોમાં ધરખમ ફેરફાર કરતા વતન આવેલા સેંકડો ભારતીયો ફસાઈ ગયા છે. ડિસેમ્બરમાં પ્રી-શેડ્યુલ્ડ H-1B વિઝા ઈન્ટરવ્યું અચાનક ઘણા મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. એવામાં યુએસ દુતાવસે જાહેરાત કરી છે કે સ્ટાન્ડર્ડ વિઝા સ્ક્રિનિંગ હેઠળ તમામ H-1B અને H-4 અરજદારોની ઓનલાઈન પ્રેઝેન્સનું સમીક્ષા પ્રક્રિયાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં સ્થિત યુએસ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ રાષ્ટ્રીયતાના H-1B અને H-4 વિઝા કેટેગરીના તમામ અરજદારો માટે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય વિઝા અરજદારોએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ અને વિઝા અરજી પર પ્રક્રિયા માટે વધારાનો સમય લાગી શકે છે.
યુએસ એમ્બેસીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું કે “વિશ્વભરના H-1B અને H-4 વિઝા અરજદારો માટે એલર્ટ. 15 ડિસેમ્બરથી, ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સએ સ્ટાન્ડર્ડ વિઝા સ્ક્રીનીંગના ભાગ રૂપે તમામ H-1B અને H-4 અરજદારોની ઓનલાઈન પ્રેઝેન્સની સમીક્ષાઓનો વિસ્તાર કર્યો છે.”
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં યુએસ એમ્બેસીએ X પર કરેલી ઘણી પોસ્ટ્સમાં લખ્યું છે કે યુએસ વિઝા “એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. (a privilege, not a right.)”
વહેલી તકે અરજી કરવા કરો:
ભારતમાં યુએસ દૂતાવાસે જણાવ્યું હતું કે H-1B વિઝા પ્રોગ્રામના થઇ રહેલા દુરુપયોગને રોકવા માટે આ પગલા ભરવામાં આવી રહ્યા છે, પરંતુ કંપનીઓને ફોરેન વર્કર્સને કામચલાઉ ધોરણે નોકરી પર રાખવાની મંજૂરી પણ આપવામાં આવી રહી છે.
દુતાવસે જણાવ્યું કે, “યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ H-1B અને H-4 નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્વીકારી રહી છે અને પ્રક્રિયા કરી રહી છે. અમે અરજદારોને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવા અને આ વિઝા ક્લાસિફિકેશનની અરજીઓ પર પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.”
કંપનીઓ અને કર્મચારીઓ મુશ્કેલીમાં:
નોંધનીય છે કે અમેરિકન ટેકનોલોજી કંપનીઓ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા માટે H-1B વિઝા પ્રોગ્રામનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ભારતના ટેક વર્કર્સ અને ડોક્ટર્સ સૌથી વધુ H-1B વિઝાનો ઉપયોગ કરે છે. યુએસમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ H-1B વિઝા રીન્યુ કરાવવા ભારત આવી ચૂક્યા છે અને હવે ઈન્ટરવ્યું કેન્સલ થતા તેઓ અમેરિકા પાછા ફરી શકતા નથી.
આપણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં શીખ સમુદાય અને સ્થાનિકો સામસામે: પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર પાસે માંગી મદદ…



