
નવી દિલ્હી : અમેરિકામા(America)ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરનો મુદ્દો હજુ શમ્યો નથી. ત્યારે હવે યુએસ એમ્બેસીએ ભારતની 2,000 થી વધુ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી છે. આ પાછળ છેતરપિંડી પ્રવૃત્તિઓ કારણભૂત હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો પ્રકાશમાં આવી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ સિસ્ટમનું ઉલ્લંઘન
યુએસ એમ્બેસીએ માહિતી આપી છે કે કેટલાક લોકો દ્વારા એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ સિસ્ટમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ બધાની તપાસ કરવામાં આવી રહી છે. યુએસ એમ્બેસીએ X પર પોસ્ટ કર્યું હતું કે કોન્સ્યુલર ટીમ ઇન્ડિયા બોટ્સ દ્વારા કરવામાં આવેલી લગભગ 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી રહી છે.
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલર ટીમ ઇન્ડિયાએ એવી વ્યક્તિઓની ઓળખ કરી છે જેમણે અમારી સમયપત્રક નીતિઓનું ઉલ્લંઘન કરીને લગભગ 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ લીધી છે. તાત્કાલિક અસરથી અમે આ એપોઇન્ટમેન્ટ્સ રદ કરી રહ્યા છીએ અને સંકળાયેલા એકાઉન્ટ્સ માટે શેડ્યૂલિંગ વિશેષાધિકારો સ્થગિત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટને ભારતની માફી માંગવી જોઈએ; બ્રિટિશ સાંસદે ઉઠાવ્યો મુદ્દો
એજન્ટ સામે કેસ દાખલ
યુએસ એમ્બેસીએ વિઝા છેતરપિંડીની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે ઘણા વિઝા અને પાસપોર્ટ એજન્ટો સામે કેસ નોંધ્યો હતો. દૂતાવાસના જણાવ્યા અનુસાર આ એજન્ટોએ અરજદારો માટે વિઝા મેળવવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને યુએસ સરકારને છેતર્યા હતા. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે મે અને ઓગસ્ટ વચ્ચે દૂતાવાસે આંતરિક તપાસ હાથ ધરી હતી અને અનેક આઈપી એડ્રેસ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી.