ટોપ ન્યૂઝનેશનલ

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત, સોનાના ભાવમાં થઇ શકે છે ઘટાડો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વમા ઉથલ પાથલ મચી છે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સાથે ટેરિફ કરાર કરવાની વાત કહી છે. શુક્રવારે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ચીન સાથે સારી વાતચીત કરી રહ્યું છે. તેમણે આ બાબતે કોઈ વિગતો આપ્યા વિના કહ્યું, પરંતુ ખાતરી આપી કે બંને દેશો ટેરિફ કરારની નજીક છે.

સોનાની માંગ ઘટતા ભાવ ઘટવાની શકયતા

તેમણે અગાઉ એમ પણ કહ્યું હતું કે ચીનના પ્રતિનિધિઓએ ઘણી વખત અમેરિકાનો સંપર્ક કર્યો હતો. જો અમેરિકા અને ચીન વચ્ચે ટૂંક સમયમાં ટેરિફ ડીલ થઇ શકે છે. જો આ ડીલ થશે તો શેરબજાર માટે સારા સમાચાર હશે. જ્યારે સોનામાં પ્રોફિટ બુકિંગ જોઈ શકાય છે. સોનામાં મોટો ઘટાડો થઈ શકે છે. જો અમેરિકા અને ચીન સહિત અન્ય દેશો સાથે ટેરિફ કરાર થાય છે, તો વૈશ્વિક તણાવ ઓછો થશે. આનાથી શેરબજારમાં ઉત્સાહ પાછો આવશે અને સોનાની માંગ ઘટશે. જેના પરિણામે સોનાના ભાવ ઘટી શકે છે.

ટ્રેડ વોરનો અંત આવે તો સોનામાં પ્રોફિટ બુકિંગ શક્ય

બુલિયન બજારના નિષ્ણાતો માને છે કે જો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરનો અંત આવે તો સોનામાં પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. સોનું ઘટીને 83,700 રૂપિયા થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા-ચીન અને અન્ય દેશો વચ્ચે સકારાત્મક વેપાર વાટાઘાટો સોનામાં વધારા પર બ્રેક લગાવશે. જોકે, સોનાને 89700 (3080 ડોલર), 86500 (2975 ડોલર), 83700 (2865 ડોલર) ના સ્તરે મજબૂત ટેકો છે. એટલે કે મોટા ઘટાડામાં પણ સોનું 83700 રૂપિયા સુધી ઘટી શકે છે.

આ પણ વાંચો: સોનાના ભાવમા સતત તેજીનો તરખાટ, અક્ષય તૃતીયા પર ભાવ વધવાની શકયતા

ટ્રેડ વોરના કારણે રોકાણકારોમાં ભય વધ્યો

નિષ્ણાતોના મતે ટ્રેડ વોરના કારણે રોકાણકારોમાં ભય વધ્યો છે. જેઓ સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં ફુગાવો વધવાનો ભય અને ડોલરમાં નબળાઈ સોનામાં તેજીને ટેકો આપી રહી છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંકો તરફથી મજબૂત માંગ અને સોના-સમર્થિત ETF માંથી પ્રવાહ આખા વર્ષ દરમિયાન ચાલુ રહેશે. બજાર એવું પણ અનુમાન કરી રહ્યું છે કે વધતી જતી અસ્થિરતાને કારણે ફેડરલ રિઝર્વ મંદીને રોકવા માટે દરોમાં ઘટાડો કરી શકે છે. સામાન્ય રીતે સોનાને નીચા દરોથી ફાયદો થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button