ડોભાલને પસંદ નહી આવી અમેરિકાની ધમકી, કર્યું કંઇક એવું…..
જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસેથી પરત ફર્યા છે ત્યારથી અમેરિકા કંઈક અંશે નારાજ જોવા મળી રહ્યું છે. પીએમ મોદીના રશિયા પ્રવાસથી અમેરિકા ખૂબ નારાજ છે. ભારતમાં પોસ્ટ કરાયેલા અમેરિકી રાજદૂત એરિક ગારસેટીનો ધમકીભર્યો સ્વર ભારતને બિલકુલ પસંદ આવ્યો નથી.
અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલિવને ચેતવણી આપી હતી કે ભારત માટે લાંબા સમય સુધી રશિયા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં એરિકે કહ્યું હતું કે ‘ભારત-યુએસ સંબંધો પહેલા કરતા વધુ વ્યાપક અને ઊંડા છે, પરંતુ તે એટલા ઊંડા નથી કે તેને હળવાશથી લેવામાં આવે.’
અમેરિકન રાજદ્વારીના આ તીક્ષ્ણ શબ્દો વડા પ્રધાન મોદી રશિયા અને ઑસ્ટ્રિયાના બે દેશોના પ્રવાસને પૂરો કરી દિલ્હી પહોંચ્યાના થોડા કલાકો પછી આવ્યા છે. જો કે, હવે ભારતે પણ આ તીક્ષ્ણ ભાષણ પર પોતાની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારત વતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શુક્રવારે જેક સુલિવાન સાથે ફોન પર વાત કરી હતી.
બંને દેશો વચ્ચેની વાતચીતની માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે ડોભાલ અને સુલિવાન વચ્ચે શાંતિ અને સુરક્ષાની દિશામાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા પર વાતચીત થઈ હતી. આ ઉપરાંત, ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
બંને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ભારત-અમેરિકા સંબંધો અંગે ખુલીને ચર્ચા કરી હતી. સામાન્ય વ્યૂહાત્મક અને સુરક્ષા હિતોના આધારે કાર્યની પરસ્પર સંમત દિશા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ મુદ્દાઓ પર પણ વાતચીત થઈ હતી. જુલાઈ 2024 માં અને તે પછી યોજાનારી ક્વાડ ફ્રેમવર્ક હેઠળ આગામી ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગારસેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે અન્ય દેશો નિયમો આધારિત સિસ્ટમની વિરુદ્ધ જાય છે, ત્યારે ભારત અને અમેરિકાએ લોકતાંત્રિક સિદ્ધાંતો જાળવી રાખવા જોઈએ. ગારસેટીનું નિવેદન પીએમ મોદીની તાજેતરની મોસ્કો મુલાકાત બાદ આવ્યું છે.