POPથી બનેલી ગણેશ મૂર્તિઓના વેચાણના વિવાદ પર સુપ્રીમમાં ત્વરિત સુનાવણીની માગ

ભગવાન ગણેશની પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓના વેચાણ પર રોકનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. અરજીકર્તાઓની તરફથી CJI ડી વાય ચંદ્રચૂડ સામે આ કેસની ત્વરિત સુનાવણીની માગ કરવામાં આવી છે. આજે આ મામલે સુનાવણી યોજાય તેવી શક્યતાઓ છે.
મદ્રાસ હાઇકોર્ટે આ કેસમાં આપેલા ચુકાદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે પીઓપીથી બનેલી મૂર્તિઓના વેચાણ પર રોક લગાવી હતી. અરજીકર્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવા પડે છે. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે કેસમાં ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટે રાજ્ય સરકારની અપીલ પર પીઓપીથી બનેલી ગણેશ મૂર્તિઓના વેચાણને મંજૂરી આપતા સિંગલ બેચના આદેશ પર રોક લગાવી હતી. ડબલ બેન્ચે આદેશ આપ્યો હતો કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ હાલ પૂરતું રોકી દેવામાં આવે. આ મામલે વિસ્તૃત વિચારની જરૂરિયાત છે. જેથી નિર્ણય તમામ લોકોના હિતમાં આવે તેમ કોર્ટે જણાવ્યું.