નેશનલ

યુપીએસસીએ સિવિલ સેવાના ઉમેદવારોને રાહતઃ ઓનલાઇન અરજીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા માટે પોતાની ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં કેટલાક ફેરફારો કર્યા છે કારણ કે ઉમેદવારોએ તેના માધ્યમથી અરજી કરતા સમયે ટેકનિકલ ખામીઓની ફરિયાદ કરી હતી.

આ માહિતી એક સત્તાવાર નોટિસમાં આપવામાં આવી છે. આયોગે તાજેતરમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. યુપીએસસીએ નોટિસમાં કહ્યું હતું કે ઓનલાઇન અરજી કરવા માટે એક વખતના રજિસ્ટ્રેશનમાં કેટલીક એન્ટ્રીઓમાં સુધારો થઇ શકશે.

તેમાં કહેવામાં આવ્યું હતું કે સિવિલ સેવા પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો/મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આયોગે ઓનલાઈન અરજી ભરવા માટે વન ટાઈમ રજીસ્ટ્રેશન (ઓટીઆર)માં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આપણ વાંચો: યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા યુવાને બિલ્ડિંગના આઠમા માળેથી પડતું મૂક્યું

” એક નોટિસમાં આયોગે જણાવ્યું હતું કે ઉમેદવારોને ઓટીઆરમાં “નામ (ધોરણ 10 મુજબ)”, “જન્મ તારીખ”, “પિતાનું નામ”, “માતાનું નામ”, “મોબાઇલ નંબર” અને “ઇમેઇલ આઇડી” સંબંધિત કોલમમાં કોઈપણ ફેરફાર કરવાની મંજૂરી નથી.

તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઉમેદવારે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલ્યો હોય પરંતુ તેની પાસે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી હોય તો તે મોબાઈલ નંબર બદલવા માટે અરજી કરી શકે છે અને આ કિસ્સામાં રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક ઓટીપી મોકલવામાં આવશે.

યુપીએસસી દ્ધારા દર વર્ષે પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ એણ ત્રણ તબક્કામાં સિવિલ સર્વિસીસ પરીક્ષા લેવામાં આવે છે જેના માધ્યમથી ભારતીય વહીવટી સેવા (આઇએએસ), ભારતીય વિદેશ સેવા (આઇએફસી) અને ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) ના અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.

આપણ વાંચો: Delhi માં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મોતને લઈને રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 અને ભારતીય વન સેવા (પ્રારંભિક) પરીક્ષા માટે નોંધણી માટેની છેલ્લી તારીખ પણ તાજેતરમાં 18 ફેબ્રુઆરી, 2025 (સાંજે 6 વાગ્યા સુધી) લંબાવવામાં આવી હતી. અગાઉ પરીક્ષાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી હતી.

યુપીએસસીએ જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ માસ્ટર ડિગ્રી (અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ) ધરાવતા ઉમેદવારો તેમના ગ્રેજ્યુએશન અને ઉચ્ચ લાયકાત હોય તેવા કોલમમાં સમાન કોર્સ ભરી શકે છે. નોંધનીય છે કે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી અરજી ફોર્મમાં એન્ટ્રીઓમાં કોઈ ફેરફાર/સુધારણા જો કોઈ હોય તો તે ફક્ત એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન જ કરી શકાય છે. સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 25 મેના રોજ યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button