નેશનલ

Sambhal Violence માં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું, એસઆઈટી શરૂ કરી સઘન તપાસ…

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની સંભલ હિંસાની(Sambhal Violence)તપાસ કરી રહેલી એસઆઈટીએને હિંસામાં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. આ હિંસામાં એસઆઈટી એન ફોરેન્સિક ટીમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાન અને અમેરિકા બનેલા ખોખા મળી આવ્યા છે કે સ્થળે યુવકોના ગોળી વાગવાથી મોત થયા હતા. આ કેસમાં જ્યારે સંભલના પોલીસ અધિક્ષક દ્વારા રચાયેલ એસઆઈટીએ તપાસ શરૂ કરી ત્યારે ગટર અને કચરાના ઢગલામાંથી કુલ છ કારતૂસ મળી આવ્યા હતા. જેમાં 9 mmના કારતૂસ પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ પાકિસ્તાન આર્મી કરે છે. આ સિવાય અમેરિકામાં બનેલા 12 બોર વિન્ચેસ્ટર કારતૂસનો એક શેલ પણ મળી આવ્યો છે.

આ પણ વાંચો : Maha Kumbh 2025 : મહાકુંભની તડામાર તૈયારીઓ, કેન્દ્ર સરકારે યુપી સરકારને ફાળવી આટલા કરોડની ગ્રાન્ટ…

ઘટના સ્થળે લાગેલા સીસીટીવી તુટી ગયા

એસઆઈટીએ મેટલ ડિટેક્ટરની મદદથી કુલ છ શેલ અને મિસ ફાયર્ડ કારતુસ રિકવર કર્યા છે. આ કારતુસ મળી આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. એસપીએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો મામલો છે. બુધવારે ફરી તપાસ શરૂ થશે. એસઆઈટીએ તપાસમાં મહાનગરપાલિકાની પણ મદદ માંગી છે. ઘટના સ્થળે લાગેલા સીસીટીવી તુટી ગયા હતા. તેમજ ડીવીઆર પણ મળ્યું નથી.

6 ફાયર થયેલા કારતુસ મળી આવ્યા

સંભલના એસપી કેકે બિશ્નોઈએ જણાવ્યું હતું કે જે સ્થળે એક મૃતદેહ મળ્યો હતો. ત્યાં ફોરેન્સિક ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે એક ફાયરિંગ કેસ POF 9mm 68-26, એક FN સ્ટાર કેસ મળ્યો હતો. તેના પર સ્ટ્રાઈકર પિનનું નિશાન છે. મેઇડ ઇન યુએસએ 12 એમએમ બોરનું કારતૂસ મળી આવ્યું હતું. આમાંથી કોઈ બોર પોલીસનું નથી. કુલ 6 ફાયર થયેલા કારતુસ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Breaking News : Taj Mahal ને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષાદળોએ કેમ્પસને ઘેરી લીધું

પોલીસના દાવા સાચા સાબિત થઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદના સર્વે દરમિયાન 24 નવેમ્બરે ફાટી નીકળેલી હિંસામાં ચાર યુવકોના મોત થયા હતા. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચારેયના મોત ગોળી વાગવાથી થયા હોવાનું કહેવાય છે. અધિકારીઓએ તે સમયે એવો પણ દાવો કર્યો હતો કે પોલીસે ગોળીબાર કર્યો ન હતો. હવે વિદેશી બુલેટના શેલ મળી આવતા પોલીસના દાવા સાચા સાબિત થઈ રહ્યા છે. આ સાથે મામલો પણ ગંભીર બન્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button