નેશનલ

UP: RLDને ભાજપની 4 બેઠકોની ઓફર, I.N.D.I.A. ગઠબંધનને ઝટકો આપી શકે છે જયંત ચૌધરી: સૂત્ર

નવી દિલ્હી: કેન્દ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હેટ્રીક થાય નહીં એના માટે એક થઈને કોંગ્રેગસની આગેવાની હેઠળ વિપક્ષે ગઠબંધન I.N.D.I.A. એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ જાણે તેના નસીબ જ સાથ આપી રહ્યા નથી. તે રીતે વારંવાર તેને માઠા સમચાર મળતા રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્સમાં બહાર આવી રહ્યું છે કે જયંત ચૌધરી (RLD Jayant Chaudhry) BJP ગઠબંધન સાથે જોડાય શકે છે.

સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે કે ભાજપે ઉત્તરપ્રદેશમાં RLDને ચાર લોકસભા બેઠકની ઓફર આપી છે. જેને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે અને RLD અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટવાની શક્યતાઓએ જોર પકડ્યું છે.

આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં RLD અને સપાનું ગઠબંધન 2018ની લોકસભા પેટાચૂંટણીથી છે. કૈરાના લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ પોતાના નેતા તબસ્સુમ હસનને RLDના નિશાન પર ઉતાર્યા હતા અને તેનો શાનદાર વિજય થયો હતો.

2019ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. ત્યારે સપાએ આરએલડીને ત્રણ સીટો આપી હતી, જો કે આરએલડી એક પણ સીટ જીતી શકી ન હતી. આ ચૂંટણીમાં સપાએ પાંચ બેઠકો જીતી હતી, જ્યારે બસપાને દસ બેઠકો મળી હતી.

2022ની વિધાનસભા ચૂંટણી પણ સપા અને આરએલડી દ્વારા સંયુક્ત રીતે લડવામાં આવી હતી. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ આરએલડીને 33 સીટો આપી હતી, જેમાંથી આરએલડીને 9 બેઠકો મળી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ લખનૌમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવની બેઠક બાદ સાત સીટો પર ડીલ ફિક્સ થઈ હતી. આ 7 સીટમાંથી બાગપત, મુઝફ્ફરનગર, કૈરાના, મથુરા અને હાથરસ નક્કી હતી, પરંતુ બે સીટો પર નામો અંગે હજુ શંકા હતી. અત્યારે એ નક્કી કરવું શક્ય નથી કે મેરઠ, બિજનૌર, અમરોહા, નગીના અને ફતેહપુર સીકરીમાંથી કઈ વધુ સીટો RLDને આપવામાં આવશે.

જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે BJPએ RLDને જે 4 બેઠક માટે ઓફર કરી છે તેમાં કૈરાના, બાગપત, મથુરા અને અમરોહાનો સમાવેશ થાય છે. જ્યારે સમાજવાદી પાર્ટી ઇચ્છતી હતી કે તેના ઉમેદવારો મુઝફ્ફરનગર, કૈરાના અને બિજનૌર લોકસભા સીટ પર આરએલડીના સિમ્બોલ પર ચૂંટણી લડે. જેના કારણે આરએલડી અને સપાનું ગઠબંધન તૂટવાનું કારણ લાગી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ