નેશનલ

સપાની ફરિયાદ પર ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી, UPમાં 7 પોલીસકર્મી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી હતી. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ મતદારોની તપાસ કરવા અને મતદાન કરતા રોકવાના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. મળતી જાણકારી મુજબ, મુરાદાબાદમાં ત્રણ અને કાનુપર તથા મુઝફ્ફરનગરમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીઓને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી દરમિયાન કેટલાક સમુદાયોને મતદાન કરતા રોકવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.

https://twitter.com/i/status/1859146859585126705

સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા એક્સ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને મતદાનની કાપલી ફાડતો બતાવવામાં આવ્યો હતો, કાનપુરના એએસઆઈ અરૂણ સિંહ તથા રાકેશ નાદર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મીરપુર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી દરમિયાન આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન ન કરવા બદલ વરિષ્ઠ પોલીસ અધિક્ષકે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો : Maharashtra Election 2024 : જાગો મતદાર જાગો, મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 18.14 ટકા જ મતદાન, ઝારખંડમાં…

અખિલેશ યાદવે પોસ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ પોલીસ મતદારોને ડરાવી રહી છે. જેથી તેઓ કાનપુરના ચમનગંજ વિસ્તારમાં કોઈની તરફેણમાં પોતાનો મત ન આપી શકે. માનનીય સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને તાત્કાલિક સંજ્ઞાન લેવા અને વીડિયો પુરાવાના આધારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button