નેશનલ

યુપીના આ નેતાજીનો જવાબ સાંભળ્યો?: હું ભેંસની ડેરીમાંથી દરરોજ 20,000 રૂપિયા કમાઉ છું


ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના ઘરે આવકવેરા વિભાગની કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી રહી છે. તમામ દસ્તાવેજો અને દરેક વસ્તુની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોતાની આવક વિશે નેતાજીએ આપેલા જવાબે રમૂજ ઊભી કરી છે. આઝમે આવકવેરા અધિકારીઓને કહ્યું કે તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત ભેંસની ડેરી છે. તે દૂધ વેચીને દરરોજ ₹ 20,000 કમાય છે અને તે આવકથી તેનું ઘર ચલાવે છે.
આઝમ ખાને અધિકારીઓને કહ્યું કે તેમને પાર્ટી તરફથી એટલી મદદ મળી નથી જેટલી મળવી જોઈએ. આ સાથે જ એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરતા આઝમ ખાને કહ્યું કે મેં જેમને સત્તામા આવવા મદદ કરી તેમણે મારો સાથ આપ્યો હોત તો આવા દિવસો મારે જોવા પડ્યા ન હતો. જોકે પોતાને જનતાનું સમર્થન છે અને તેમણે દસથી વધારે વખત વિધાનસભ્ય તરીકે ચૂંટયો છે, તેમ પણ તેમણે એક ચેનલને કહ્યું હતું.
મળતી માહિતી અનુસાર 3 દિવસની કાર્યવાહી પછી, આવકવેરાને ખબર પડી કે કેવી રીતે ખાનગી ટ્રસ્ટ હોવા છતાં આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીએ સરકારી વિભાગોના 150 કરોડ રૂપિયાનું રોકાણ અહીં કરવામાં આવ્યું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન, જ્યારે પણ કેબિનેટ દ્વારા જાહેર હિતમાં કોઈ કોલેજ અથવા અન્ય પ્રોજેક્ટ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે તે અન્ય જગ્યાએ બનાવવાને બદલે યુનિવર્સિટીની અંદર બનાવવામાં આવ્યો હતો.
જ્યારે અધિકારીઓએ પ્રશ્નો પૂછ્યા ત્યારે આઝમ ખાને કહ્યું કે આ પૈસા ટ્રસ્ટના ખાનગી ફંડમાં નથી આવ્યા અને સરકારી વિભાગ દ્વારા સીધા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા. જેના કારણે અધિકારીઓ અને કેબિનેટના નિર્ણયો તપાસ હેઠળ આવી શકે છે. પરંતુ વ્યક્તિગત રીતે તે મારી ભૂલ નથી.
હવે આ પછી આવકવેરા અધિકારીઓ પણ પીડબલ્યુડી ઓફિસની તમામ ફાઈલોની ચકાસણી કરવામાં અને અધિકારીઓની પૂછપરછ કરવામાં વ્યસ્ત છે. સમાજવાદી પાર્ટીની સરકારના કેબિનેટના નિર્ણયની ફાઇલ અને નોટિસ પણ જોવામાં આવી રહી છે કે ખાનગી યુનિવર્સિટીમાં સરકારી નાણાંનું રોકાણ કેવી રીતે થયું?
આ સાથે જ ઈન્કમ ટેક્સને જાણવા મળ્યું છે કે આઝમ ખાનનો સૌથી મહત્વનો વ્યક્તિ સહારનપુરનો દીપક ગોયલ છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ ગોયલના ઘરે પણ ધામા નાખ્યા હોવાની માહિતી મળી છે. ઇન્કમટેક્સ ટીમને એ વાતના પુરાવા મળ્યા છે કે કેવી રીતે સરકારી નાણા અને કાળા નાણાનું જૌહર યુનિવર્સિટીમાં રોકાણ કરવામાં આવ્યું હતું, જેમાં આઝમ ખાનના ઘણા નજીકના લોકો સામેલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing