યુપી પોલીસની ઓપરેશન લંગડા હેઠળ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી, 24 કલાકમાં 10 એન્કાઉન્ટર

લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગીના નેતૃત્વમાં ક્રાઇમ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન લંગડા હેઠળ પોલીસ ગુનેગારો હેઠળ કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પોલીસે છેલ્લા 24 કલાકમાં 10 એન્કાઉન્ટર કર્યા છે. જેના પગલે હવે ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે.
એન્કાઉન્ટરમાં ઘણા મોટા ગુનેગારો પકડાયા
આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે પોલીસનું ઓપરેશન એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસે એક પછી એક એન્કાઉન્ટર કરી રહી છે. યુપી પોલીસે 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં એન્કાઉન્ટર કર્યા. આ એન્કાઉન્ટરમાં ઘણા મોટા ગુનેગારો પકડાયા. આ બધા એવા ગુનેગારો છે જેમને પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી.
એન્કાઉન્ટર બાદ પોલીસે ઘણા ગુનેગારોની ધરપકડ કરી
લખનૌમાં એન્કાઉન્ટર બાદ પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી. તો ગાઝિયાબાદમાં કોન્સ્ટેબલની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શામલીમાં 25 હજારનું ઇનામ ધરાવતો ગુનેગાર પકડાયો હતો. ઝાંસીમાં પણ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બુલંદશહેર, બાગપત, આગ્રા, જાલૌન, બલિયા અને ઉન્નાવમાં એન્કાઉન્ટર બાદ પોલીસે ઘણા ગુનેગારોની ધરપકડ કરી છે.
આ શહેરોના એન્કાઉન્ટર અને ગુનેગારોની ધરપકડ
- લખનૌ: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
- ગાઝિયાબાદ: હત્યાના આરોપીને પગમાં ગોળી વાગી
- શામલી: ગાય તસ્કરનું એન્કાઉન્ટર
- ઝાંસી: વોન્ટેડ ગુનેગારને ગોળી વાગી
- બુલંદશહેર: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
- બાગપત: લૂંટના આરોપીને પોલીસે પકડ્યો
- બલિયા: ફરાર ગુનેગારને ગોળી વાગી
- આગ્રા: ચોરીના આરોપીનું એન્કાઉન્ટર
- જાલૌન: લૂંટના આરોપીનું એન્કાઉન્ટર
10.ઉન્નાવ: હિસ્ટ્રીશીટરનું એન્કાઉન્ટર
જાણો શું છે પોલીસનું ઓપરેશન લંગડા ?
ઓપરેશન લંગડા એ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ છે, જેમાં પોલીસ ગુનેગારોને પકડવા અને ગુનાને નિયંત્રિત કરવા માટે એન્કાઉન્ટર દરમિયાન ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરે છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરનો લોગો કોણે બનાવ્યો અને કેટલી મિનિટમાં થયો હતો તૈયાર, જાણો વિગતો
ભવિષ્યમાં ગુનાઓ કરી શકતા નથી
આ દરમિયાન, જો ગુનેગારો ભાગવાનો અથવા બદલો લેવાનો પ્રયાસ કરે છે, તો પોલીસ ઘણીવાર તેમને પગમાં ગોળી મારી દે છે અને તેમને લંગડા બનાવી દે છે જેથી તેઓ ભવિષ્યમાં ગુનાઓ કરી શકતા નથી. આ રણનીતિને અનૌપચારિક રીતે ઓપરેશન લંગડા કહેવામાં આવે છે કારણ કે તેનું ધ્યાન ગુનેગારોને શારીરિક રીતે અક્ષમ કરવા પર છે જેથી તેઓ પોલીસથી ડરતા રહે.
ઘણા હિસ્ટ્રીશીટરો ગુના છોડી દીધા
આ ઓપરેશનને કારણે, ઘણા હિસ્ટ્રીશીટરો ગુના છોડી દીધા છે અને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું છે. આ રણનીતિ ગુનાને નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે.