યુપી મદરેસા બોર્ડના અધ્યક્ષે યોગી સરકારને મદરેસાની તપાસ રોકવા માટે પત્ર લખ્યો…
પ્રયાગરાજ: મદરેસા બોર્ડના અધ્યક્ષે યુપી સરકારને મદરેસા બોર્ડની તપાસ માટે યોગી સરકારને અપીલ કરી છે. જેમાં તેમણે લઘુમતી બાબતોના પ્રધાન ધરમપાલને પત્ર લખીને તેમણે સબસિડીવાળા અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓની તપાસ મોકૂફ રાખવાની માંગ કરી હતી. મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે એવો દાવો કર્યો હતો કે તપાસના કારણે મદરેસાઓમાં ચાલી રહેલા શિક્ષણને અસર થવાની સંભાવના છે. તેમજ તપાસના કારણે મદરેસાના અન્ય કામોમાં પણ વિલંબ થઈ શકે છે.
મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે તેમના પત્રમાં કેટલીક બાબતોને પર ખાસ ભાર આપીને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલ લખનઉ દ્વારા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે જેમાં મદરેસાઓમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જ્યારે હાલમાં મદરેસામાં ગત વર્ષની 2023ની લેવાયેલી કેટલીક પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે મદરેસાઓમાં ચાલી રહેલી તપાસ સંબંધિત કામગીરીના કારણે પરિણામો જાહેર કરવા પર તેની સીધી અસર થશે. ત્યારે દેખીતી રીતે મદરેસા બોર્ડના અધ્યક્ષ કોઇ પણ રીતે મદરેસાની તપાસ રોકવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સત્ર 2023-24 માટે પરીક્ષા સંબંધિત કામ પણ મદરેસામાં થઈ રહ્યું છે,