આ જેલમાં 36 કેદીઓને HIV, અગાઉ 11 સંક્રમિત કેદીઓને લઈને આંકડો 47એ પહોંચ્યો

લખનૌ: લખનૌ જિલ્લા જેલમાં 36 કેદીઓ HIV સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે (lucknow jail prisoners hiv). જેને લઈને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 36 કેદીઓ HIV પોઝિટિવ આવતાની સાથે જ તંત્ર દોડતું થઈ ગયું છે અને આ ફેલાવાને લઈને તપાસ કરી રહી છે. હાલ આ સંક્રમિત કેદીઓના સ્વાસ્થય પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે અને તેઓને દવાઓ આપવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશ AIDS કંટ્રોલ સોસાયટીની સૂચના પર આરોગ્ય વિભાગે ડિસેમ્બર 2023માં જિલ્લા જેલમાં HIV સ્ક્રીનીંગ હાથ ધર્યું હતું. જેમાં 3000 થી વધુ કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 36 નવા કેદીઓમાં HIV સંક્રમણની પુષ્ટિ થઈ છે. જેલમાં પહેલાથી જ 11 દર્દીઓ સંક્રમિત હતા. હાલમાં સંક્રમિતોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે.
કેજીએમયુના એન્ટિ રેટ્રો વાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાંથી ચેપગ્રસ્ત લોકોને દવાઓ આપવામાં આવી રહી છે. અધિકારીઓ કહે છે કે કેદીઓ કેવી રીતે એચઆઈવીથી સંક્રમિત થયા? તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંક્રમિતોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.