યોગીજી ફરીથી યુપીમાં લાઉડ સ્પીકર ઉતરાવશે….
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તહેવાર પહેલા રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં આગામી તહેવારો નવરાત્રી, દુર્ગાપૂજા, વિજયાદશમી, દશેરા, દિવાળી, છઠ પૂજા અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉત્તર પ્રદેશમાં લાઉડ સ્પીકર હટાવો અભિયાન ફરીથી શરૂ કરવામાં આવશે તેની પણ ચર્ચા કરી હતી.
જેના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ એસએસપીને જવાબદારી સોંપવામાં આવશે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક દરમિયાન તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપીઓને બોલાવવામાં આવ્યા હતા.
અગાઉ પણ સીએમ યોગી આદિત્ય નાથે તમામ ડીએમ અને એસપીને માહિતી આપી છે કે ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા બિનજરૂરી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક વિસ્તારોમાં ફરીથી લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે.
જેની માહિતી સીએમ યોગી આદિત્યનાથે મળી હતી જેના કારણે બેઠક બોલાવીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને અનુસરીને લાઉડસ્પીકરનો અવાજ પહેલાની જેમ જ નિયંત્રિત કરવામાં આવશે. જો આમ ન થાય અને સતત ફરિયાદો મળે તો તેની જવાબદારી ડીએમ અને એસએસપીની રહેશે અને ખાસ બોબત એ છે કે કોઇ પણ જાણકારી આપ્યા વગર આ રીતે લાઉડ સ્પીકર લગાવીને લોકોને હેરાન કરવા યોગ્ય નથી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મેં જાતે અનુભવ કર્યો છે કે કેટલાક જિલ્લાઓમાં ફરીથી લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. અને આ સ્વીકારવામાં આવશે નહિ. આ બેઠક દરમિયાન સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પ્રધાને જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. અગાઉ જ્યારે લાઉડસ્પીકર હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ઘણા લોકોએ સ્વેચ્છાએ લાઉડસ્પીકર હટાવી દીધા હતા. અને પગલાની દેશભરમાં પ્રશંસા થઈ હતી. જો કે હવે જોઇએ કે આ વખતે લાઉડ સ્પીકર સ્વેચ્છાએ ઉતારે છે કે પરાણે કઢાવા પડે છે.