યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ભાજપ પર લગાવ્યો આક્ષેપ | મુંબઈ સમાચાર
નેશનલ

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ભાજપ પર લગાવ્યો આક્ષેપ

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ અંગે સમાજવાદી પાર્ટીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમજ ભાજપ સરકાર પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ અખિલેશ યાદવ 80 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા છે. તેમનું એકાઉન્ટ શુક્રવારે સાંજે 6 વાગ્યાની આસપાસ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ફેસબુક પેજ પર એક્ટીવ રહેતા

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ફેસબુક પેજ પર એક્ટીવ રહેતા હતા. તેમજ સરકારની નીતિઓનો સતત વિરોધ કરતા હતા. તેમજ આ પેજના માધ્યમથી તે કાર્યકરો અને લોકો સાથે સંપર્કમાં પણ રહેતા હતા. જયારે સમાજવાદી પાર્ટીએ આ ઘટનાને લોકશાહી પર સીધો પ્રહાર ગણાવી છે.

ભાજપ સરકારે એક અઘોષિત કટોકટી લાદી

આ અંગે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે તેમના ફેસબુક હેન્ડલ પર લખ્યું, હતું કે”દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ફેસબુક એકાઉન્ટને સસ્પેન્ડ કરવું એ લોકશાહી પર હુમલો છે. ભાજપ સરકારે એક અઘોષિત કટોકટી લાદી છે. જ્યાં દરેક અસંમતિ વ્યક્ત કરનાર અવાજને દબાવવામાં આવી રહ્યો છે. જોકે, સમાજવાદી પાર્ટી ભાજપની જનવિરોધી નીતિઓનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો…અખિલેશ યાદવ અને આઝમ ખાનની મુલાકાતનું ‘સિક્રેટ’ શું, અખિલેશ યાદવે આપ્યું ચોંકાવનારું નિવેદન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button