યુપી કેબિનેટે 41 પ્રસ્તાવો મંજૂર કર્યા, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ!
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election result) જાહેર થયા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની છે, પરંતુ ભાજપ અને તેના સાથી પક્ષો (NDA)ને ઉત્તર પ્રદેશ(UP)ની જનતાએ મોટો ઝટકો આપ્યો છે, NDAને મળેલી બેઠકોની સંખ્યામાં ભારે ઘટડો થયો છે. ત્યાર બાદ હવે મુખ્ય પ્રધાન યોગી(CM Adityanath Yogi) એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હીથી લખનઉ પહોંચતા જ મુખ્ય પ્રધાન યોગીએ મંગળવારે પ્રધાનોઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુપી કેબિનેટે 41 પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
યુપીમાં ટ્રાન્સફર પોલિસી પસાર કરવામાં આવી છે. હવે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓની બદલી થઈ શકે છે. આ સાથે યુપી કેબિનેટે બરેલીમાં ફ્યુચર યુનિવર્સિટી અને ગાઝિયાબાદમાં HRIT યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપી છે.
Read This…Akhilesh Yadav હવે કેન્દ્રમાં થશે એક્ટિવ, યુપીની બાગદોર કોને સોંપશે?
આજે મળેલી આ બેઠકમાં યુપી સરકારે રસરા, બલિયામાં ટ્રાન્સમિશન સબસ્ટેશનની કિંમત વધારીને 537 કરોડ રૂપિયા કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. નોઈડામાં જેવર એરપોર્ટ બનાવવા માટે ખેડૂતોને તેમની જમીન માટે વળતર આપવા માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે યુપીના લખીમપુર જિલ્લામાં એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.
હવે IIT કાનપુરમાં મેડિકલ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ સાથે 500 બેડની સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કાનપુર સહિત અનેક જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોની વ્યવસ્થા સુધારવા પર પણ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
લખનઉ પહોંચતા જ સીએમ યોગીએ પ્રધાનોએ સાથે બેઠક કરી અને તેમને સૂચનાઓ પણ આપી. સીએમ યોગીએ પ્રધાનોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ દરેક વિભાગમાંથી સારા પરિણામ ઈચ્છે છે. આગામી 100 દિવસમાં શું કરવાનું છે, એ અંગે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ પછી તમામ પ્રધાનો પાસેથી હિસાબ માંગવામાં આવશે.
લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પીછેહઠ થયા બાદ, મુખ્ય પ્રધાન યોગી ડેમેજ કંટ્રોલ માટે કામ કરી રહ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.