લખનઉ: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણો આવી (UP by election result) રહ્યા છે. યુપી પેટાચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આ પેટાચૂંટણીમાં ભાજપ 8 બેઠકો અને તેનો સાથી પક્ષ આરએલડીએ એક બેઠક પર ચૂંટણી રહ્યો છે. તે જ સમયે, સપા કોંગ્રેસના સમર્થન સાથે તમામ નવ બેઠકો પર મેદાનમાં છે.
યુપીની 9 વિધાનસભા બેઠકોમાથી 6 પર ભજપ આગળ ચાલી રહી છે. કરહાલથી સમાજવાદી પાર્ટી આગળ, તેજ પ્રતાપ યાદવ અહીં ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ સપાનો ગઢ માનવામાં આવે છે. ફુલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દીપક પટેલ સપાના ઉમેદવાર મુજતબા સિદ્દીકીથી આગળ છે. સિસમાઉ સીટ પર સપાના ઉમેદવાર નસીમ સોલંકી આગળ ચાલી રહ્યા છે. મિર્ઝાપુર જિલ્લાની મઝવાન વિધાનસભા બેઠક પર બીજેપીના સુચિસ્મિતા મૌર્ય આગળ છે.
Taboola Feed