નેશનલ

ઉત્તર પ્રદેશમાં BJP નું મનોમંથન શરૂ, રાજ્યમાં ઘટતા જનાધાર સહિતના મુદ્દે થશે ચર્ચા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભાજપ(BJP)પ્રદેશ કાર્ય સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સીએમ યોગી પણ સામેલ છે. આ ઉપરાંત આ બેઠકમાં ભાજપના નાનાથી લઈને મોટા સ્તરના અઢી હજાર કાર્યકરોએ ભાગ લીધો હતો.આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં હારથી લઈને પેટાચૂંટણીની તૈયારીઓ સુધીના તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ બેઠક લોહિયા ઓડિટોરિયમમાં ચાલી રહી છે. આ બેઠકમાં રાજ્ય, પ્રભાગ, જિલ્લા અને બૂથ સ્તરના નેતાઓ અને અધિકારીઓએ ભાગ લીધો છે. આ બેઠકમાં ભવિષ્યની ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

2500 કાર્યકર્તાઓ અને નેતાઓ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ખરાબ પ્રદર્શન પર આજે મંથન થઈ રહ્યું છે. લખનૌમાં ભાજપ પ્રદેશ કાર્ય સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત લગભગ 2500 કાર્યકર્તાઓ અને નેતાઓ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે.

| Also Read: Puja Khedkar Controversy: પુણે પોલીસની IAS પૂજા ખેડકર સામે કડક કાર્યવાહી, ઓડી કાર જપ્ત

ભાજપના ઘટતા જનધારને લઇને ચર્ચા

યુપી પર ભાજપની આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટી જે સીટો પર હારી છે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય હારનું કારણ શું હતું. પદાધિકારીઓ સામે લોકોમાં રોષ શા માટે છે ? તહસીલો, પોલીસ સ્ટેશનો અને અન્ય સરકારી કચેરીઓમાં પક્ષના કાર્યકરોને કેમ સાંભળવામાં આવે છે? આજની બેઠકમાં આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…