ફરી પરિવાર વિખેરાયોઃ યુપીના ભાજપના નેતાએ પત્ની અને ત્રણ બાળકને ગોળી ધરબી દીધી ને પછી…

લખનઉ: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બે ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાનાં થાણા ગંગોહ વિસ્તારના સંગાથેડા ગામમાં, ભાજપ નેતા યોગેશ રોહિલાએ પોતાના જ પરિવારનાં સભ્યો પર ગોળી મારી દીધી હતી. આ હત્યાની ઘટનામાં તેમના ત્રણ માસૂમ બાળકોના મોત થયા, જ્યારે તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…પોલીસ અને લૂંટારા વચ્ચે થયો ગોળીબાર; એકનું એન્કાઉન્ટર, ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ…
શું મામલો છે?
ભાજપ જિલ્લા કારોબારી સભ્ય યોગેશ રોહિલાએ તેમની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં તેમની 10 વર્ષની પુત્રી શ્રદ્ધા અને 4 વર્ષના પુત્ર દેવાંશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમની પત્ની નેહા અને 6 વર્ષનો પુત્ર શિવાંશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શિવાંશનું પણ મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
હત્યા કરી કર્યો પોલીસને ફોન
ઘટના સમયે ગોળીનો અવાજ સાંભળીને પડોશીઓ અને યોગેશના કાકા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખોલવા ઘણા સમય સુધી પ્રયત્નો કર્યા બાદ યોગેશે દરવાજો ખોલ્યો અને પોલીસને ફોન કરીને કહ્યું – મેં મારી પત્ની અને બાળકોને ગોળી મારી દીધી છે. નવાઈની વાત એ હતી કે તેણે ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં.
આ પણ વાંચો…મુસ્કાન આટલી નિર્દયી કેવી રીતે બની ગઈ? સામે આવ્યો દર્દનાક હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ…
પોલીસ તપાસ ચાલુ છે
હાલમાં પોલીસ આ ઘટના પાછળના હેતુ અને કૌટુંબિક વિવાદના કારણોની તપાસ કરી રહી છે. હત્યા પાછળ અનૈતિક સંબંધનો પણ એંગલ પણ પોલીસ તપાસી રહી છે. હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને સ્થાનિક લોકો આ ઘટનાથી ચોંકી ગયા છે.