નેશનલ

એકતરફી પ્રેમનો ભયાનક અંજામ…

યુવતીની કુહાડી વડે કરી હત્યા, પછી આરોપીએ ઝેર પીધું

કાનપુરઃ એકતરફી પ્રેમ હવે સમસ્યા બનવા માંડ્યો છે. અવારનવાર એકતરફી પ્રેમમાં આંધળા થયેલા યુવકો ભયાનક અંજામ આપતા જાણવા મળે છે. હાલમાં જ યુપીના કાનપુરમાંથી આવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કુહાડીના ઘા મારીને યુવતીની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ઝેર પી લીધુ હતું.

કેસની વિગત મુજબ બિલ્હૌર વિસ્તારના ગગનપુર ગામમાં રહેતી એક છોકરીની પાછળ તેના જ ગામનો સુરેશ કરીને એક યુવક પડ્યો હતો. તેને ઘણી વાર ના પાડવા છતાં સુરેશ તેના એકતરફી પ્રેમને છોડવા તૈયાર નહોતો. આ બાબતે સુરેશના પરિવાર અને યુવતીના પરિવાર વચ્ચે ઘણા વિવાદો થયા હતા. આટલું છતા સુરેશ યુવતીનો પીછો કરવાનું છોડતો ન હતો. સુરેશના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનોએ યુવતીને તેના સાળા પાસે મોકલવાની તૈયારી કરી હતી. રવિવારે સવારે ભાઈ-ભાભી યુવતીને લઈને બિલ્હૌરથી શિવરાજપુર હાઈવે જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેશને આ વાતની ખબર પડી ગઇ હતી. તે હાઈવે પર પહેલા જ જઇને ઊભો રહ્યો હતો.


યુવતીની બાઇક તેની પાસેથી પસાર થતાં જ સુરેશે કાર રોકી હતી. ત્યારબાદ તેણે કુહાડી વડે યુવતીની હત્યા કરી નાખી. આ દરમિયાન આરોપી યુવતીના સાળાને મારવા પણ દોડ્યો હતો. પરંતુ, તે સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીએ પણ ખેતરમાં ઝેર પી લીધું હતું આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ, થોડા સમય બાદ સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ મામલે ડીસીપીએ જણાવ્યું હતું કે એક યુવતી તેના સાળા સાથે જઈ રહી હતી. ત્યારે આરોપીએ તેના પર કુહાડી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીએ ઝેર પી લીધું હતું. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવતીના પરિવારજનો ફરિયાદ નોંધાવતા જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button