નેશનલ

મોદીના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ જોયો: ધનખડે સરકાર માટે કરી મોટી વાત

સમસ્તીપુર (બિહાર): ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશે છેલ્લા દાયકામાં “અભૂતપૂર્વ” વિકાસ જોયો છે જેનાથી લોકોની આકાંક્ષાઓ વધી છે.

ધનખડેએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં આ નિવેદન આપ્યું હતું. સમસ્તીપુર પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રત્નથી સન્માનિત કર્પૂરી ઠાકુરનું જન્મસ્થળ છે, જ્યાં સ્વર્ગસ્થ સમાજવાદી નેતાની 101મી જન્મજયંતિ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધનખડેએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશના લોકોએ જે વિકાસ જોયો છે તે અભૂતપૂર્વ છે. આપણે અગાઉથી જ સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને આગામી પાંચ વર્ષમાં આપણે ત્રીજા સ્થાન પર આવી જઇશું. વિકસિત ભારત કોઇ સપનું નથી. આ 2047 સુધી સાકાર થઇ જશે જ્યારે આપણે સ્વતંત્રતાની શતાબ્દી ઉજવીશું. ભારત વિશ્વ ગુરુ બનશે.

તેમણે વડા પ્રધાન મોદીની “જોશપૂર્વક (ઝનૂન કે સાથ)” યોજનાઓ લાવવા બદલ પ્રશંસા કરી જેનાથી સામાન્ય લોકોને ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય ઉપલબ્ધ કરાવીને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થયો હતો.

તેમણે કહ્યું હતું કે લોકોએ હવે વિકાસનો સ્વાદ ચાખી લીધો છે. તેમની આકાંક્ષાઓ આકાશને આંબી રહી છે. સાથે તેમણે યુવાઓને આગ્રહ કર્યો હતો કે “સરકારી નોકરીઓ વિશે વિચારીને પોતાને સંકુચિત ન રાખો. આજની સરકારની નીતિઓ તમારી અમર્યાદિત ક્ષમતાનો ઉપયોગ કરવા માટે છે. તકોનો સંપૂર્ણ ઉપયોગ કરો”.

ઉપરાષ્ટ્રપતિએ 2014માં મોદીના સત્તામાં આવવા પહેલાની સરકારો પર કર્પૂરી ઠાકુર અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ જેવા લોકોને તેમનો હક આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.

મને રાજ્યસભામાં તે સમયનો ઉત્સાહ યાદ છે જ્યારે કર્પૂરી ઠાકુર અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ હતી. મારા મનમાં એક વિચાર આવ્યો – આ સન્માન ઠાકુરના મૃત્યુના 36 વર્ષ પછી મળ્યું. આવું પહેલા કેમ ના થયું? હવે ચોક્કસપણે પરિવર્તન આવ્યું છે. આપણા નાયકો (આદર્શ) ને અજ્ઞાતવાસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તેમને તેમનો હક આપવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button