નેશનલ

CRPFના 85 વર્ષના ઇતિહાસની અનન્ય ઘટનાઃ 2600 કર્મચારીને પહેલી વાર બઢતી

નવી દિલ્હી: દેશના સૌથી વિશાળ પેરામિલિટરી દળના 85 વર્ષના ઈતિહાસમાં અનન્ય ઘટના બની છે. ધ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF-સીઆરપીએફ)ના ચાવીરૂપ ગણાતા કર્મચારીઓને પ્રથમ વાર બઢતી આપવામાં આવી છે, જેમાં રસોઈયા અને પાણી લઈ જતા કુલ 2600 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

1939માં સીઆરપીએફ માટે કામ કરનારાઓની સંખ્યા વધીને 3.25 લાખ કરવામાં આવી હતી. આ લોકો માટે રસોઈ, કેન્ટીન અને અન્ય વ્યવસ્થાપનના કામ કરતા વિશેષ તાલીમ મેળવનારા 12,250 કર્મચારીઓ ફરજ બજાવે છે.
આજે બહાર પાડવામાં આવેલા એક આદેશ અનુસાર 1700 રસોઈયા અને પાણીની હેરફેર કરતા 900 કર્મચારીઓને બઢતી આપી કોન્સ્ટેબલના દરજ્જામાંથી હેડ કોન્સ્ટેબલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સીઆરપીએફના 85 વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે.

આ કર્મચારીઓ 1939માં બ્રિટિશ શાસન હતું ત્યારથી સીઆરપીએફના દળ સાથે જોડાયેલા છે. અધિકારીએ આપેલી માહિતી અનુસાર 2016માં સાતમા વેતન પંચની ભલામણો કેન્દ્ર સરકારે અમલમાં મૂકી ત્યારે તેમને રસોઈયા અને જળ પરિવહન કર્મચારી એવા વિશિષ્ટ નામ આપવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના અધિકારીએ જણાવ્યા અનુસાર હોદ્દામાં સૌથી નીચલા સ્તરના આ કર્મચારીઓને ક્યારેય બઢતી નહોતી આપવામાં આવી અને જે હોદ્દા પર હોય એ જ હોદ્દા પર આશરે 30 – 35 વર્ષ નોકરી કર્યા પછી નિવૃત્ત થતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button