નેશનલ

બિહાર માટે સ્પેશીયલ સ્ટેટસની માંગ, કેન્દ્ર સરકાર ધર્મ સંકટમાં, કેન્દ્રીય પ્રધાને કહ્યું…

નવી દિલ્હી: જનતા દળ યુનાઈટેડ (JDU)ની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સરકાર(Center Government) સમક્ષ એક મોટી માંગ મુકાવમાં છે. નીતિશ કુમાર(Nitish Kumar)ની આગેવાની હેઠળની બેઠકમાં બિહારને વિશેષ રાજ્ય(Special status for Bihar)નો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે. નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં સંજય ઝાને JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. JDUની માંગ બાબતે હવે કેન્દ્ર સરકાર હવે ધર્મ સંકટમાં મુકાઈ છે, બિહારથી સાંસદ અને કેન્દ્રિય પ્રધાન જીતન રામ માંઝી(Jitan Ram Manjhi)એ જ આ માંગ સ્વીકારવાની માનાઈ કરી છે.

JD-U નેતાઓ બિહાર માટે વિશેષ દરજ્જાની માંગણી કરી રહય છે, ત્યારે કેન્દ્રીય MSME પ્રધાન અને ગયા લોકસભા બેઠક પરથી સાંસદ જીતન રામ માંઝીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નીતિ આયોગે કોઈપણ રાજ્ય માટે વિશેષ જોગવાઈને સ્પષ્ટપણે નકારી કાઢી છે, પરંતુ રાજ્યની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

તેમણે હાજીપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “નીતિ આયોગે સ્પષ્ટપણે દેશના કોઈપણ રાજ્યને વિશેષ દરજ્જો આપવાનો ઇનકાર કર્યો છે. વિવિધ રાજકીય પક્ષોના લોકો કંઈપણ કરી શકે છે, પરંતુ કોઈપણ રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં.”

| Also Read: SDG report: નીતિ આયોગના અહેવાલમાં ક્યાં છે ગુજરાત અને મહારાષ્ટ્ર

તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે બિહારને નાણાકીય સહાયની ખાતરી આપી છે. જીતન રામ માંઝીએ કહ્યું કે, વિકાસ માટે ગમે તેટલી રકમની જરૂર પડશે, કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે આપશે.

કેન્દ્રમાં NDA સરકારની રચના થઈ ત્યારથી, JD-U નેતાઓ બિહાર માટે વિશેષ દરજ્જાની હિમાયત કરી રહ્યા છે અને જળ સંસાધન પ્રધાન વિજય કુમાર ચૌધરી અને બાંધકામ પ્રધાન અશોક ચૌધરી તેમની માગણીઓમાં અવાજ ઉઠાવી રહ્યા છે.

અત્યાર સુધી ભાજપ જેડીયુની આ માંગને નકારી રહ્યું છે, પરંતુ આ વખતે ભાજપ માટે તેને ફગાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ દિલ્હીમાં નિર્મલા સીતારમણને બિહાર માટે વધુ રકમ ફાળવવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો છે.

દરમિયાન, RJD નેતા તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા મીરા કુમાર જેવા વિપક્ષી નેતાઓએ JDU પર કટાક્ષ કરી હતી, તેમણે કહ્યું કે એનડીએ સરકારનો ભાગ હોવા છતાં ભાજપ પાસેથી વિશેષ દરજ્જો મેળવવા આજીજી કરવી પડી રહી છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અગાઉ પણ ઉઠી ચુકી છે, પરંતુ આ વખતે સંજોગો બદલાયેલા છે. બિહારમાં JDUની સરકાર છે, કેન્દ્રના NDAને સરકાર છે, JDUએ NDA સમર્થન આપ્યું છે. ભાજપ પાસે પૂર્ણ બહુમતી ન હોવાને કારણે JDUને નારાજ કરવી પોષાય એમ નથી, એવામાં આગામી સમયમાં JDU કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી શકે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button