‘ઈદના દિવસે તો જુઠ્ઠું ના બોલો…’ કિન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: વક્ફ બોર્ડ બિલ (The Waqf Amendment Bill, 2024) અંગે ઘણા સમયથી દેશમાં રાજકારણ ગરમાયું છે, આ બીલ અંગે ઘણા તર્ક-વિતર્કો રજુ કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે ઈદના દિવસે લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijuju)એ વક્ફ બોર્ડ બિલ અંગે ઘણી બાબતો સ્પષ્ટ કરી છે. રિજિજુએ કહ્યું, રસ્તાઓ પર પથ્થરો લઈને લોકોને ઉશ્કેરવા એ દેશ માટે સારું નથી.
કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરતા કહ્યું, “કેટલાક લોકો કહી રહ્યા છે કે મુસ્લિમોની જમીન અને સંપત્તિ છીનવી લેવામાં આવશે. મને સમજાતું નથી કે કોઈ આવું કઈ રીતે કહી શકે? આ દેશ બંધારણ અને કાયદા દ્વારા ચાલે છે.
અમે કોઈની જમીન કેવી રીતે છીનવી શકીએ? જુઠ્ઠું બોલીને લોકોને છેતરવા એ યોગ્ય નથી. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જૂઠું ના બોલો. જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો. અમે વક્ફ બિલ ક્યારે લાવીશું તે હું તમને જણાવીશ.”
આપણ વાંચો: વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ
“ઈદના દિવસે તો જુઠ્ઠુંના બોલો…”
કિરેન રિજિજુએ લોકોને આફવા ન ફેલાવવાની અપીલ કરતા કહ્યું, “ઘણી જગ્યાએ લાઉડસ્પીકર લગાવીને આ કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોની જમીન છીનવી લેવામાં આવશે, આવું કહેવાવાળાઓની ઓળખ કરો.
કોઈને આવા કાળા કે સફેદ જૂઠાણા બોલવાની જરૂર નથી. આજે ઈદનો દિવસ છે. કોઈએ જૂઠું ન બોલવું જોઈએ. જો કોઈ આ દિવસે જૂઠું બોલે છે, તો તેનો અર્થ એ કે તે નકલી માણસ છે.”
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, “ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ બિલ પર આટલી વ્યાપક ચર્ચા થઇ નથી, આ બીલ પર 97 લાખથી વધુ મેમોરેન્ડમ મળ્યા છે. અમારે મોડી રાત સુધી ચર્ચા કરવી પડી. અમે હજુ પણ ચર્ચા કરવા તૈયાર છીએ.”