કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah પર છે આટલી લોન, જાણો તેમની કુલ સંપત્તિ વિશે…
દેશભરમાં ગઈકાલે લોકસભાની ચૂંટણી-2024 માટે પહેલાં તબક્કાનું મતદાન પાર પડ્યું અને ગઈકાલે જ કેન્દ્રિય ગૃહ પ્રધાન Amit Shahs ગાંધીનગરની સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. પહેલાં ઉમેદવારી ભરવાના તેમનો સમયની ચર્ચા રહી હતી અને હવે તેમણે જાહેર કરેલી સંપત્તિ પર પણ લોકોની નજર હતી.
ભાજપના સૌથી શક્તિશાળી અને કદાવર નેતા અને કેન્દ્ર સરકારમાં બીજા નંબરના પ્રમુખ કેન્દ્રિય પ્રધાન અમિત શાહની સંપત્તિ વિશે જાણવાની તાલાવેલી લોકોમાં જોવા મળી રહી છે. ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
અમિત શાહે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે અમિત શાહે પોતાની સંપત્તિ જાહેર કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે 20 કરોડ રૂપિયાની ચલ અને 16 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. જોકે, તેમની પાસે પોતાની કાર નથી. એટલું જ નહીં અમિત શાહે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય વ્યવસાય અને આવકનું સાધન ખેતી છે. આ સિવાય તેઓ સમાજસેવા સાથે પણ સંકળાયેલા છે. ઉપરાંત એક સાંસદ તરીકે મળનારું વેતન, ઘર અને જનીના ભાડા તેમ જ શેર ડિવિડન્ટથી પણ તેનવે આવક થાય છે. તેમની પાસે રોકડના નામે માત્ર 24,164 રૂપિયા છે.
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો અમિત શાહની વાર્ષિક આવક 2022-23માં 75.09 લાખ રૂપિયા હતી, જ્યારે તેમના પત્નીની વાર્ષિક આવક 39.54 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની પત્ની પાસે 22.46 કરોડની ચલ સંપત્તિ અને 9 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. એમની પર 26.32 લાખ રૂપિયાની લોન છે અને અમિત શાહ પર 15.77 લાખ રૂપિયાની લોન છે.
લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને અને અમિત શાહની પારંપારિક સીટ ગાંધીનગરમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના મતદાન થશે. નામાંકન દાખલ કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે જે લોકસભાની સીટ પર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હોય એ સીટ પરથી લડવું મારા માટે ગૌરવની વાત છે.