કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે સહિત ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી | મુંબઈ સમાચાર
નેશનલ

કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે સહિત ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલ્વે ના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો કરશે.

આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન અને ઇટારસી-ભોપાલ-બીના ચોથી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો ખર્ચ ₹24,634 કરોડ થશે.

આપણ વાંચો: સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે પરિયોજના

જેમાં મંજૂર કરવામાં આવેલી પરિયોજના અંગે જોઈએ તો, મહારાષ્ટ્રમાં વર્ધા – ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 314 કિમી. જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢને જોડતી ગોંદિયા – ડોંગરગઢ ચોથી લાઇનનું બાંધકામ 84 કિમી, તેમજ
ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી વડોદરા – રતલામ ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 259 કિમી. આ ઉપરાંત
મધ્યપ્રદેશમાં ઇટારસી – ભોપાલ – બીના ચોથી લાઇનનું બાંધકામ – 237 કિમીનું છે.

આશરે 3,633 ગામોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે

આ પ્રોજેક્ટ્સ આશરે 85.94 લાખ વસ્તી ધરાવતા આશરે 3,633 ગામોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આમાં બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ – વિદિશા મધ્યપ્રદેશ અને રાજનાંદગાંવ છત્તીસગઢનો સમાવેશ થાય છે. જેને સુધારેલ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. મલ્ટી-ટ્રેકિંગ મુસાફરો અને માલવાહક ટ્રેન ટ્રાફિક ક્ષમતામાં વધારો કરશે. તેમજ ટ્રેનની ગતિમાં સુધારો કરશે, આ પ્રોજેક્ટ્સ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને આ વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button