નેશનલ

નિર્મલાના બજેટમાં ઈન્કમટેક્સ અંગે મોટી જાહેરાત, સામાન્ય માણસને શું ફાયદો ?

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં યુનિયન બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે આવકવેરા અંગે મહત્વની જાહેરાતો કરી છે. તેમણે જણાવ્યું કે આવકવેરા કાયદો 2025 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. નવા નિયમો અને ફોર્મ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

નિર્મલા સીતારમણ જણાવ્યું કે સામાન્ય નાગરિકો કોઈ મુશ્કેલી વગર નિયમોનું પાલન સરળતાથી કરી શકે એ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે.

આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન પર TDS દર 5% થી ઘટાડીને 2% કરવાની જાહેરાત કરવામાં આવી. હેલ્થ કેર અને શિક્ષણ જેવી આવશ્યક સર્વિસમાં રાહત માટે આ નિર્ણય લેવમાં આવ્યો છે

નિર્મલા સીતારમણે મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલના વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે અને આ એકાઉન્ટ પરનો TDS દૂર કરવાની જાહેરાત કરવામાં આવી.

ITRમાં સુધારા માટે વધુ સમય મળશે:

નાણાં પ્રધાને આવકની ખોટી જાણ કરવા પર 100% દંડની જાહેરાત કરી છે, આ સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં સુધારો કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી આગળ વધારીને 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. કરદાતાઓને ભૂલો સુધારવા, આવકની વિગતો અપડેટ કરવા અથવા તેમના ફાઇલ કરેલા રિટર્નમાં ભૂલો સુધારવા માટે વધારાના ત્રણ મહિનાનો સમય મળશે. જેને કારણે ખોટી રીતે પેનલ્ટીનું જોખમ ઘટશે.

આ નિયમોમાં ફેરફાર:

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, અસેસિંગ ઓફિસર પાસે અરજી કરવાને બદલે કરદાતા રૂલ-બેઝ્ડ ઓટોમેટેડ પ્રોસેસ દ્વારા ઓછા અથવા શૂન્ય કપાત પ્રમાણપત્ર મેળવી શકશે. એકથી વધુ કંપનીઓમાં સિક્યોરિટીઝ ધરાવતા કરદાતાઓની સરળતા માટે ડિપોઝિટરીઝને રોકાણકારો પાસેથી ફોર્મ 15G અથવા ફોર્મ 15H સ્વીકારવા અને તે કંપનીઓને સીધા પ્રદાન કરવા માટે પ્રસ્તાવ મૂકવમાં આવ્યો છે.

આ પણ વાંચો… નિર્મલાના બજેટમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, મહારાષ્ટ્રને મોટો ફાયદો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button