ટોપ ન્યૂઝનેશનલ

Union Budget 2024: બજેટમાં સરકારે આ મુદ્દાઓ પર આપ્યું વિશેષ ધ્યાન, જાણો 10 પોઈન્ટમાં

નવી દિલ્હી : મોદી 3.0 નું પ્રથમ સામાન્ય બજેટ(Union Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.આવો અમે તમને જણાવીએ કે સરકાર કયા વિષયોને લઈને ગંભીર છે અને તેના માટે શું પગલાં લેવા જઈ રહી છે.

નાણામંત્રીની મહત્વની જાહેરાતો

  1. આવકવેરા અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે જે વિવાદો અને કેસો છે તેમાં ઘટાડો કરશે. તે 6 મહિનામાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે.
  2. કેન્સરની સારવાર માટે વપરાતી ત્રણ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
  3. 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 4.9 ટકા રહેવાનો અંદાજ છે. ખાધને 4.5 ટકા થી નીચે લાવવાનું લક્ષ્ય છે.
  4. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે.
  5. મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ માટે સંશોધન નેશનલ રિસર્ચ ફંડની સ્થાપના કરવામાં આવશે.
  6. મોબાઈલ ફોન, મોબાઈલ PCB અને મોબાઈલ ચાર્જર પર BCD ઘટાડીને 15% કરવામાં આવશે.
  7. સરકારે અંતરિક્ષ અર્થતંત્ર માટે રૂ. 1000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ સ્થાપવાની દરખાસ્ત કરી છે.
  8. સરકાર બિહારને પૂરનો સામનો કરવા માટે 11,500 કરોડ રૂપિયા આપશે.
  9. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કાનો પ્રારંભ આવા ગ્રામીણ વસાહતોમાં કરશે, જે વસ્તી વધારાને કારણે લાયક બની છે.
  10. 25 ક્રિટિકલ મિનરલ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે અને તેમાંથી બે પર BCD ઘટાડવામાં આવશે.

શહેરી આવાસ વિશે આ કહ્યું

નાણામંત્રીએ કહ્યું કે શહેરી આવાસ માટે 2 લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ણામંત્રીએ કહ્યું કે લોકોની આવાસની જરૂરિયાતોને PMAY અર્બન હાઉસિંગ 2.0 હેઠળ ₹10 લાખ કરોડના બજેટથી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ₹2 લાખ કરોડની સહાય પૂરી પાડશે અને આ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે રાહત દરો ઓફર કરવામાં આવશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button